ભાઈ પોતાની લાડકી બહેનના લગ્નમાં આપવા માટે એવી ભેટ લઇ આવ્યો કે બહેન પણ ખુશીથી ઝૂમી ઉઠી, ભાઈ બહેનના પ્રેમનો વીડિયો

સોશિયલ મીડિયા ઉપર લગ્નને લઈને ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે, જેમાં લગ્નના અલગ અલગ રીતિ રિવાજ સાથે, જીજા સાળીની મસ્તીઓ અને વરરાજાના મિત્રો દ્વારા કન્યાને આપવામાં આવતી મજાકિયા ભેટના વીડિયો પણ લોકોને જોવા ખુબ જ પસંદ આવે છે. પરંતુ હાલ એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને વરરાજાને પણ હેરાન કરી દીધા.

એવું કહેવાય છે કે દરેક છોકરી માટે તેનું ભાઈ તેનું સર્વસ્વ હોય છે. કોઈપણ ભાઈ પોતાની બહેનની આંખોમાં આંસુઓ નથી જોઈ શકાતો અને એટલે જ ભાઈ બહેનના સંબંધો ઉપર ઘણું બધું લખવામાં પણ આવ્યું છે. આ વાયરલ વીડિયોની અંદર ભાઈ બહેનના આવા સંબંધોની એક ઝાંખી જોવા મળી રહી છે.

જયારે ઘરમાં કોઈ દીકરીના લગ્ન થતા હોય છે ત્યારે તેના ઘરના લોકો તેને કોઈને કોઈ ભેટ આપતા હોય છે. ઘણા લોકો તો દીકરીની પસંદની વસ્તુ લઇ આવે છે. આ વાયરલ વીડિયોમાં પણ એવું જ જોવા મળી રહ્યું છે. જેમાં એક ભાઈ પોતાની બહેન માટે ખાસ ભેટ અને તેની બહેનને જે ગમતી હતી એવી જ ભેટ લઈને આવે છે. જેને જોઈને વરરાજા પણ હેરાન રહી જાય છે.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સ્ટેજ ઉપર વર-કન્યા ઉભા છે ત્યારે જ કન્યાનો ભાઈ સ્ટેજ ઉપર આવે છે અને પોતાની બહેનને એક સરપ્રાઈઝ ગિફ્ટ આપે છે. ભાઈ તેને બોક્સમાંથી ખોલી અને આઈફોન આપે છે. જેને જોઈને કન્યા પણ ખુબ જ ખુશ થઇ જાય છે. ભાઈ-બહેનના આ પ્રેમનો વીડિયો જોઈને લોકો તેમની ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે.

Niraj Patel