લગ્નનું પાનેતર ઓઢે એ પહેલા જ એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતીની કરી નાખી હત્યા, આંતરડા બહાર કાઢ્યા અને ગળું પણ…. રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના

એ દુલ્હન બનવાની હતી, પરંતુ એ પહેલા જ કરી દીધી હત્યા, બધા આંતરડા કાઢ્યા અને ગળું પણ કાપી નાખ્યું, આ જાણીને પોલીસના રૂંવાડા પણ ઊભા થઈ ગયા

ઘણા લોકો અંગત અદાવતમાં એક બીજાની હત્યા કરી દેતા હોવાના ઘણા કિસ્સાઓ સામે આવે છે, ઘણીવાર એક તરફી પ્રેમમાં પાગલ લોકો પણ પોતાના પ્રેમીની હત્યા કરી નાખતા હોય છે, ત્યારે આવી જ એક ઘટના થોડા સમય પહેલા સામે આવી હતી, જ્યાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીની હત્યા કરી નાખી હતી.

આ ઘટના સામે આવી હતી રાજસ્થાનના ઝાલાવાડમાંથી. જ્યાં એક માથા ફરેલા આશિકે એક તરફી પ્રેમમાં એક માસુમ યુવતીની બેરહેમીથી હત્યા કરી નાખી. આરોપીની પોલીસે ધરપકડ પણ કરી લીધી છે. સૌથી દુઃખદ વાત તો એ હતી કે તે યુવતીની સગાઈ પણ થઇ ગઈ હતી અને થોડા દિવસ બાદ જ તેના લગ્ન પણ થવાના હતા, પરંતુ લગ્નનું લાલ જોડું ઓઢવાની જગ્યાએ તેને સફેદ કફન ઓઢીને આ દુનિયામથી વિદાય લેવી પડી.

હૃદયને હચમચાવી દેનારી આ ઘટના ઝાલાવાડ જિલ્લાના બાંકીપુર ગામમાં બની હતી. જ્યાં જુબેર ખાન નામના આરોપીએ તેના પાડોશમાં જ રહેવા વાળી 19 વર્ષની છોકરી પૂજાની હત્યા કરી નાખી હતી. આ સનકી યુવક એક તરફી પ્રેમમાં પાગલ હતો. જયારે યુવતી તેની સાથે એક પાડોશીના કારણે વાત કરતી હતી અને તે પણ છેલ્લા કેટલાક દિવસથી બંધ કરી દીધી હતી.

આ આરોપી એટલો બધી સનકી હતો કે તે યુવતીની હત્યા કરવા માટે તે બજારમાંથી બે ચાકુ પણ ખરીદીને લાવ્યો હતો અને જયારે યુવતી ખેતરમાં પાહકહિં તો ઘાત લગાવીને બેઠેલા આરોપી પાછળથી પાહકહિં ગયો અને યુવતી ઉપર તાબડતોબ હુમલો કરી દીધો. એક ચાકુ છોકરીના પેટમાં મારી અને તેના આંતરડા કાઢી લીધા હતા. એટલા પણ તેનું મન ના ભરાયું તો યુવતીનું ગળું પણ બીજા ચાકુથી કાપી નાખ્યું હતું.

પૂજાની સગાઈ થોડા દિવસ પહેલા જ થઇ હતી, તો આરોપી જુબેરનો સંબંધ પણ નક્કી થયો હતો. આરોપી યુવક સાથે પૂજાએ વાત કરવાની જ્યારથી બંધ કરી ત્યાંથી જ તે તેનાથી ગુસ્સે ભરાયેલો હતો. પૂજાને રસ્તામાં ઉભી રાખી અને હેરાન પણ કરવા લાગ્યો હતો. આ વિશે બંનેના ઘરવાળાને પણ ખબર હતી, આને આજ કારણે તમેની વચ્ચે પણ વાતચીત બંધ હતી.

જે યુવતીને લગ્નનું પાનેતર ઓઢવાનું હતું તે યુવતીને મૃત જોઈને તેનો આખો પરિવાર સદમાંમાં આવી ગયો, તેની માતાની હાલત સૌથી વધારે ખરાબ છે, તે રડી રડીને બેભાન પણ થઇ જાય છે. તેની માટે સરકાર પાસે ન્યાય મેળવવા અપીલ કરી રહી છે. અને આરોપીને ફાંસી થાય તેની માંગણી પણ કરી રહી છે.

Niraj Patel