ખબર

દુલ્હનની આજે થઇ વિદાય અને બીજા દિવસે ઉઠી અર્થી, જાણો આ દર્દનાક કિસ્સો

દર્દનાક કિસ્સો: સાંજે થઇ દુલ્હનની વિદાય, ડોલી ઉઠ્યાના એક દિવસ બાદ આ દીકરીની ઉઠી અર્થી, કિસ્સો સાંભળી આંખો થઇ જશે ભીની

પંજાબના જલંધરમાં એક દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. જલંધરના ઇસ્લામાગંજની પરમપાલ કૌરની ડોલી હવે સસુરાલ પહોંચી કે થોડા કલાક બાદ તેની લાશ તેના પિયર પહોંચી. પરિવારજનોનો આરોપ છે કે છોકરાવાળાએ જ તેમની દીકરીની હત્યા કરી છે. પોલિસે લાશનો કબ્જો લઇને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. પરિવારજનોના નિવેદન પર પાંચ લોકો વિરૂદ્ધ દહેજનો કેસ દાખલ કરવામાં આવ્યો છેે.

જલંધરના ઇસ્લામગંજની રહેવાસી પરમપાલ કૌર જે 20 વર્ષની છે તેના માતા-પિતાની મોત થઇ ચૂકી છે. તે તેની દાદી પાસે રહે છે. રવિવારે તેના લગ્ન કરતારપુરના વિશ્વકર્મા માર્કેટના રહેવાસી સુપ્રીત સિંહ સાથે થયા હતા. રવિવારે સાંજે 7 વાગ્યે તેની વિદાય થઇ હતી.

સોમવારે છોકરાવાળાએ ફોન કરી કહ્યુ કે, પરમપાલ કૌર સીધી છે. તે માટે તે લોકો તેને ત્યાં નહિ રાખે. તેમણે છોકરીને જવા માટે કહી દીધુ. તે બાદ બંને પક્ષોએ પંચાયત બોલાવી. તેનો નિર્ણય થવાનો બાકી હતો કે સોમવારે લગભગ બપોરે 2 વાગ્યે પરમપાલની તબિયત બગડી ગઇ. તેને બેહોશીની હાલતમાં હોસ્પિટલ લઇ જવામાં આવી. જયાં ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કરી દીધી.

છોકરીના પરિવારજન પોલિસ સ્ટેશન પહોંચ્યા અને તેમણે છોકરાવાળા પર આરોપ પણ લગાવ્યો છે. પોલિસે દુલ્હા, તેના પિતા, તેની માતા અને તેની બહેન વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે અને તેમની ધરપકડ પણ કરી છે.