વાયરલ

લગ્નમાં બ્રાહ્મણ મંત્રોચ્ચાર કરતા હતા ત્યારે જ કન્યા બેઠા બેઠા જ સુઈ ગઈ, વરરાજાએ જોરથી પગ હલાવ્યો અને પછી… જુઓ મજેદાર વીડિયો

પોતાના જ લગ્નમાં મંડપમાં બેઠા બેઠા સુઈ ગયેલી કન્યાની ક્યુટનેસ પર ફિદા થયા ચાહકો… વાયરલ વીડિયો તમારું પણ દિલ જીતી લેશે…

ઇન્ટરનેટ પર લગ્નને લઈને રોજ ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર કેટલીક એવી એવી ઘટનાઓ જોવા મળે છે જે પેટ પકડીને હસવા માટે મજબુર કરી દેતી હોય છે. તો ઘણી ઘટનાઓ એવી પણ હોય છે જે હેરાન પણ કરી દેતી હોય છે. આ ઉપરાંત લગ્નમાં જાહોજલાલીના પણ ઘણા બધા વીડિયો સામે આવતા હોય છે.

ઘણા વીડિયોની અંદર તમે વર-કન્યાની મજાક મસ્તી પણ જોઈ હશે. ત્યારે લગ્ન એક ખુશીઓનો પ્રસંગ છે, પરંતુ આ પ્રસંગને યોગ્ય અને ખુશીઓ ભરેલો બનાવવા માટે ખુબ જ દોડધામ પણ કરવી પડતી હોય છે. આ પ્રસંગે ખાસ વર અને કન્યા ખુબ જ થાકી જતા હોય છે, કારણ કે તેમને દરેક વિધિઓમાં પણ સામેલ થવું પડતું હોય છે અને ઊંઘ પણ પુરી નથી થતી હોતી.

ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક કન્યા પોતાના જ લગ્નમાં ઊંઘતી ઝડપાઇ ગઈ છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લગ્નની અંદર વર કન્યા બેઠા છે અને બ્રાહ્મણ મંત્રોચાર કરી રહ્યા છે. આ દરમિયાન જ કોઈ વીડિયો શૂટ કરીને કન્યાને બતાવે છે જે પોતાના ગાલ પર હાથ મૂકીને બેઠા બેઠા જ ઘસઘસાટ સુઈ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by (@mahesh_photography_vizag)

ત્યારે જ વરરાજા કન્યાનો પગ પકડીને બરાબર હલાવે છે અને કન્યા ઉઠી જાય છે, જેના બાદ તેને ભાન થાય છે કે તે સુઈ ગઈ હતી. આ દરમિયાન વીડિયો  ઉતારી રહેલા વ્યક્તિ સામે જોઈને સ્મિત આપે છે. કન્યાની આ અદા હવે સોશિયલ મીડિયા યુઝર્સનું દિલ જીતી રહી છે અને એટલે જ આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે.