ધોધમાર વરસાદના કારણે બધે જ પાણી ભરાઈ ગયું, ત્યારે લગ્ન મંડપ સુધી પહોંચવા વર કન્યાએ કર્યો એવો જુગાડ કે જોઈને જ પેટ પકડી લેશો

ચોમાસાની અંદર વરસાદના કારણે રોડ-રસ્તાઓ પાણીથી છલકાઈ જતા હોય છે, ત્યારે સામાન્ય જીવન પણ અસ્તવ્યસ્ત બની જાય છે, કોઈ જગ્યાએ અવર જ્વર કરવી હોય તો પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને એવામાં જો લગ્ન પ્રસંગ હોય તો કેવી તકલીફ થઇ શકે આપણે સમજી શકીએ છીએ, પરંતુ આપણે ભારતીયો પાસે દરેક સમસ્યાનો કોઈને કોઈ જુગાડ તો હોય છે જ.

આવો જ એક જુગાડ હાલ એક લગ્નની અંદર જોવા મળ્યો હતો. જેમાં એક વર કન્યાએ લગ્ન સ્થળ સુધી પહોંચવા માટે એવો જુગાડ કર્યો કે તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. મેરેજ સ્થળ સુધી પહોંચવા માટે તેમને જમવાનું બનાવવાના મોટા તપેલાનો ઉપયોગ કર્યો હતો.

આ અનોખા લગ્નનો વીડિયો સામે આવ્યો છે કેરલમાંથી. જ્યાં ભારે વરસાદના કારણે લગ્ન સ્થળ સુધી પહોંચવા માટે આ અનોખો જુગાડ કરવો પડ્યો હતો. કેરળમાં થઇ રહેલા સતત વરસાદના કારણે ક્ટ્ટનાડ ક્ષેત્રમાં રહેવા વાળા રાહુલ અને ઐશ્વર્યાના લગ્નમાં પણ અવરોધ આવી ગયો હતો. લગ્ન સ્થળ ઉપર કમર સુધીનું પાણી ભરાઈ ગયું હતું.

રોડ ઉપર ગાડીઓ પણ નહોતી ચાલી શકતી. તે છતાં પણ આ જોડાએ નક્કી કાર્યક્રમ પ્રમાણે લગ્ન કરવાનું નક્કી કર્યું અને લગ્ન કરીને પણ બતાવ્યા. પૂરનું પાણી ભરાયું હોવા છતાં પણ વર કન્યાએ લગ્ન સ્થળ સુધી પહોંચ્યા. જેના માટે તેમને એક મોટા તપેલાનો સહારો લીધો. બંને હોળીની જેમ તપેલામાં બેસી અને લગ્ન સ્થળ સુધી પહોંચ્યા. જો કે આ લગ્નની અંદર બહુ જ ઓછી સંખ્યામાં સંબંધીઓ હાજર રહ્યા હતા. પરંતુ આ લગ્ન સોશિયલ મીડિયા ઉપર ચર્ચામાં આવ્યા છે.

Niraj Patel