આ દંપતીએ લગ્ન મંડપમાં કરી એવી હરકત કે તેનો વીડિયો સોશિયલ મીડિયામાં થઇ ગયો વાયરલ

કોરોના સમયમાં લગ્નોની પ્રથા પણ બદલાઈ ગઈ છે. દરેક વ્યક્તિ તેના લગ્નને ખાસ બનાવવા માંગતા હોય છે. આપણે છેલ્લા થોડા સમયથી ઘણા એવા લગ્નો જોતા હોય છે જેની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે, પરંતુ હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે અનોખા લગ્નનો નહિ પરંતુ લગ્નની અંદર વર કન્યાએ કરેલી અનોખી હરકતનો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે લગ્ન કરાવનાર પંડિત કોઈ કામના કારણે પોતાની જગ્યાએથી ઉભા થઈને જાય છે કે તરત જ વર-કન્યા મસ્તી કરવાનું શરુ કરી દે છે. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ ગઈ અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આપણે મોટાભાગના લગ્નમાં જોયું છે કે પંડિત મંત્રોચ્ચાર કરે છે, વર કન્યા લગ્નના ફેરા લે છે અને તમામ વિધિ પૂર્ણ થાય છે, પરંતુ વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર કંઈક જુદું જ જોવા મળ્યું હતું. જયારે પંડિત કોઈ કામ માટે ગયા ત્યારે વર કન્યા પાણીની બોટલ ઉછાળીને તેને છતી કરવાના પ્રયત્નોમાં લાગી ગયા.

પહેલા વરરાજા બોટલને ઉછાળીને ફેરવે છે અને પછી કન્યા પણ એવું કરવા લાગે છે. બંનેનો આ મસ્તીભર્યો અંદાજ સોશિયલ મીડિયામાં પણ લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધી 68 હજાર કરતા પણ વધારે લોકોએ જોયો છે અને મજેદાર કોમેન્ટ પણ કરી રહ્યા છે. જુઓ તમે પણ આ વાયરલ વીડિયો…

 

View this post on Instagram

 

A post shared by Naughty Society (@_naughtysociety)

Niraj Patel