ગજબ થઇ ગયુ હો ! ફેરા લીધા પહેલા દુલ્હા-દુલ્હન બેસી ગયા પોલિસ સ્ટેશન સામે, બોલ્યા- પોલિસવાળાએ અમારા લગ્ન બગાડી દીધા

અડધી રાતે યુગલ પોલીસ સ્ટેશને ધરણા પર બેસી ગયા, રાત્રે પોલીસે એવું ખરાબ કામ કર્યું કે હેરાન પરેશાન થઇ ગયા…

શાહરૂખ ખાનની ફિલ્મનો ડાયલોગ છે “હમ એક બાર જીતે હૈ, એક બાર મરતે હૈ, શાદી ભી એક બાર હી હોતી હૈ ઔર પ્યાર વે ભી એક બાર ભી હોતા હૈ… આજકાલ તો દુલ્હા-દુલ્હન પોતાના લગ્નને યાદગાર બનાવવા શું-શું નથી કરતા, પણ જ્યારે પોલીસ લગ્નમાં આવે છે અને તૈયારીઓ પણ પાણી ફેરવી દે છે ત્યારે બધાનું મગજ છટકી જાય છે. આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના રતલામથી સામે આવ્યો છે.

જ્યારે પોલીસે DJ બંધ કરાવ્યુ ત્યારે દુલ્હા-દુલ્ગન સમેત જાનૈયાઓ ધરણા પર બેસી ગયા. રાત સુધી ચાલેલા આ વિચિત્ર કેસમાં જ્યારે બધાએ પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી ત્યારે ટીઆઈએ કાર્યવાહીની ખાતરી આપી. ત્યારબાદ જ દુલ્હા-દુલ્હન લગ્ન સ્થળે પરત ફર્યા. તેમણે પોલીસ કર્મચારીઓ પર દારૂના નશામાં ગેરવર્તન કરવાનો આરોપ પણ લગાવ્યો છે. મધ્યપ્રદેશના રતલામના સોલંકી પરિવારનો લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો.

બે પોલિસ જવાન ત્યાં પહોંચ્યા અને ડીજે બંધ કરાવી દીધુ. આના પર રાત્રે લગભગ 12 વાગ્યે વર-કન્યા સહિતના મહેમાનો જીઆરપી ચોકી પર પહોંચ્યા અને તેઓએ ઔદ્યોગિક વિસ્તાર પોલીસ સ્ટેશનમાં બંને જવાનો વિરૂદ્ધ લેખિત ફરિયાદ કરી કાર્યવાહીની માંગ કરી અને તેઓ ત્યાં જ ધરણા પર બેસી ગયા. મળતી માહિતી મુજબ, રેલ્વે કોલોની વિસ્તારમાં ચાલી રહેલા લગ્ન સમારોહની વચ્ચે મધ્યરાત્રિએ વરરાજા સહિતના મહેમાનો પોલીસ પાસે આવ્યા હતા. તેઓ પોલીસ સ્ટેશને પહોંચી ધરણા પર બેઠા.

વરરાજા, દુલ્હન અને મહેમાનોએ આરોપ લગાવ્યો હતો કે લગ્ન સમારોહમાં ચાલતા ડીજેને રોકવા આવેલા બે પોલીસકર્મીઓએ મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરી હતી. વર-કન્યાએ માંગ કરી હતી કે જ્યાં સુધી પોલીસ સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેઓ ફેરા નહીં લે. લગભગ ત્રણેક કલાક સુધી વિરોધ કર્યા બાદ કાર્યવાહીનું આશ્વાસન મળ્યું. ઈન્ડસ્ટ્રીયલ એરિયા પોલીસ સ્ટેશનના બે જવાનો પંકજ અને શોભારામે લગ્નસ્થળે પહોંચી કહ્યુ હતુ કે એસપીનો આદેશ છે કે ડીજે બંધ કરો, અમે તેમને કહ્યું કે ફેરા લઇ લેવા દો, પછી અમે બંધ કરી દઇશું. પરંતુ બંને નશામાં હતા અને તેમણે મહિલાઓ સાથે ગેરવર્તન કર્યુ.

Shah Jina