હાલ જયારે લગ્નની સીઝન ચાલી રહી છે, આ વર્ષના દેશના સૌથી મોટા લગ્ન એટલે કે આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન પણ થઇ ચુક્યા છે, ત્યારે તેમના લગ્ન બાદ તેમના લગ્ન અને પાર્ટીના વિડિયોઝ ખૂબ જ વાયરલ થયા હતા, ત્યારે એક બીજો વિડીયો પણ ખૂબ જ વાયરલ થયો હતો, જેમાં એક દુલ્હન પોતાના પતિ માટે ડાન્સ કરી રહી છે. આ વીડિયોને 11,013,270 વખત જોવામાં આવ્યો છે.

આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે જેમાં દુલ્હન પોતાના દુલ્હા સામે ‘મેરે સૈયા સુપર સ્ટાર’ ગીત પર ક્યૂટ ડાન્સ કરી રહી છે. આ વિડીયો ક્યાંનો છે અને ક્યારનો છે, એ વાતની જાણકારી નથી મળી. પણ આ ભારતીય દુલ્હન પોતાના દુલ્હાને લગ્ન સમયથી જ પોતાના પ્રેમ દ્વારા પોતાના વશમાં કરી રહી હોય એવું લાગી રહ્યું છે.

દુલ્હન એટલી ક્યૂટ રીતે ડાન્સ કરી રહી છે કે દુલ્હાની નજરે તેના પરથી એક સેકન્ડ માટે પણ હટી નથી રહી, અને સાથે ઉભેલા મહેમાનો પણ તાળીઓ પડતા પડતા આ દુલ્હનનો ડાન્સ જોવામાં મશગૂલ જણાઈ રહયા છે. ડાન્સ કરતા કરતા દુલ્હને પોતાનો હાથ દુલ્હા સામે લંબાવ્યો તો દુલ્હો પણ પોતાની જાતને રોકી નથી શકતો અને તેની દુલ્હન સાથે નાચવા લાગે છે.
જુઓ તમે પણ દુલ્હનનો ડાન્સ કરતો આ વાયરલ વિડીયો –
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks