12 વર્ષની કન્યાનો સોદો 1 લાખમાં કર્યો નક્કી, 40 વર્ષના વ્યક્તિ સાથે થઇ રહ્યા હતા લગ્ન, અચાનક પોલીસ પહોંચી અને……

આપણા સમાજની અંદર આજે પણ ઘણા લોકો એવા છે જે પૈસાની લાલચ આપી અને પોતાનાથી નાની ઉંમરની છોકરીઓ સાથે લગ્નો કરી લેતા હોય છે, આવા ઘણા કિસ્સાઓ સોશિયલ મીડિયા અને સમાચારમાં સાંભળવા મળે છે.

હાલ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં 8માં ધોરણની અંદર ભણતી 12 વર્ષની સગીરાના લગ્ન એક 40 વર્ષના વ્યક્તિ સાથે કરવામાં આવી રહ્યા હતા. અને આ સોદો 1 લાખ રૂપિયામાં નક્કી થયો હતો, પરંતુ લગ્નના સમયે જ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને કેટલાય જાનૈયાઓની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર આ મામલો ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરના લાલગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવેલા કોટાઘાટ બિજરી ગામનો છે. આ મામલો સામે આવવાની સાથે જ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. પોલીસ હવે ગંભીરતાથી આ મામલાની તપાસ કરી રહી છે.

ગામના લોકો દ્વારા જ આ વાતની જાણકારી પ્રોવેશન અધિકારીને આપવામાં આવી હતી. જેના બાદ ટીમ ત્યાં પહોંચ ઈણે લગ્નને વચ્ચે જ અટકાવીને વરરાજા સમતે લગ્નમાં જોડાયેલા 8થી 10 લોકોને પકડીને લાલગંજ પોલીસ સ્ટેશન લાવીને તેમની સાથે પુછપરછ કરવામાં આવી રહી છે.

આ મામલે જણાવવામાં આવી રહ્યું છે કે છોકરીવાળાને લગ્ન માટે એક લાખ રૂપિયા મળ્યા હતા. જેના કારણે તે પોતાની નાબાલિક દીકરીના લગ્ન કરાવી રહ્યા હતા. આ પુછપરછમાં સામે આવ્યું છે કે વરરાજનું નામ ભાનુ શુકલા છે અને છોકરી કોલ સમાજની છે.

Niraj Patel