ખબર

ગુજરાતનું ગૌરવ: નડિયાદના સિક્યુરિટી ગાર્ડની દીકરીએ જીત્યો મિસ યુનિવર્સલ ગુજરાત ઇન્ડિયન એમ્બેસેડરનો ખિતાબ

દેશની ઘણી દીકરીઓએ દેશનું નામ રોશન કર્યું છે ત્યારે હાલમાં મળતી ખબર પ્રમાણે ગુજરાતના નડિયાદમાં રહેતી એક સિક્યુરિટી ગાર્ડની ડોક્ટર દીકરીએ પણ પોતાના નામનો ડંકો વગાડી ગુજરાતનું નામ રોશન કર્યું છે.

નડિયાદમાં રહેતી ડોક્ટર બ્રેવશી રાજપૂતે મિસ યુનિવર્સ ગુજરાતની ઇન્ડિયન એમ્બેસેડર 2020 નો ખિતાબ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. બ્રેવશીના પિતા હાલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે જયારે તેની માતા શિક્ષિકા છે.

ડો.બ્રેવશી રાજપૂતે મિસ યુનિવર્સલ ગુજરાત ઇન્ડિયન એમ્બેસેડર 2020 ટાઇટલ માટે ઓનલાઈન ઓડિશન આપ્યું હતું અને આ સ્પર્ધામાં ઓનલાઈન વોટિંગમાં બ્રેવશીને સૌથી વધુ વોટ મળ્યા હતા જેના કારણે તેને આ ટાઇટલ મળ્યું છે.

આ ઉપરાંત ઓનલાઇન મળેલા વોટમાં સૌથી વધુ વોટ પણ બ્રેવશીને મળ્યા હતા જેના કારણે મિસ યુનિવર્સલ ઇન્ડિયન એમ્બેસેડરનું સબ ટાઇટલ મિસ પોપ્યુલર 2020નો ખિતાબ પણ બ્રેવશીને એનાયત કરવામાં આવ્યો હતો.

આ બંને સ્પર્ધામાં જીત્યા બાદ બ્રેવશીને દિલ્હી ખાતે યોજાનાર મિસ યુનિવર્સલ ઇન્ડિયન એમ્બેસેડર 2020ની સ્પર્ધામાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી મળી છે.

બ્રેવશીને આ સ્પર્ધામાં તેના માસી લઇ આવ્યા હતા. તેના માસીએ બ્રેવશીની કેટલીક તસવીરો મિસ યુનિવર્સલ ઇન્ડિયન એમ્બેસેડર 2020ના ટાઇટલ માટે અપલોડ કરી હતી જેમાં તેનું સિલેક્શન થતા તેને આગળની તૈયારી કરી હતી.

દિલ્હી ખાતે યોજાનારી સ્પર્ધામાં બ્રેવશી ભાગ લેશે અને જો તે આ ટાઇટલ જીતશે તો તેને સિંગાપોર ખાતે ઇન્ટરનેશનલ ટાઇટલમાં ભાગ લેવાનો મોકો મળશે. બ્રેવશીની આ સફળતા બાદ પરિવારજનોમાં પણ ખુશીનો માહોલ છે.

બ્રેવશીનો પરિવાર મૂળ મહારાષ્ટ્રનો છે. તેના નાના નિવૃત્ત એસઆરપી જવાન છે અને તેના પિતા પ્રાઇવેટ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ અને માતા પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. વર્ષોથી તે નડિયાદમાં આવીને વસ્યા છે અને પોતાની મહેનત ઉપર જ બ્રેવશીને ડોક્ટરનો અભ્યાસ કરાવી ફિજિયોથેરેપીસ્ટ બનાવી.