ઇન્ટીરનેશલ બ્રેસ્ટફીડિંગ વીક યથાવત છે,એવામાં બોલીવુડની ઘણી અભિનેત્રીઓ પોત પોતાના બ્રેસ્ટફીડિંગને લગતા અનુભવને શેર કરી રહી છે. એવામાં અમુક સમય પહેલા જ અભિનેત્રી નેહા ધૂપિયાએ એક વિડીયો શેર કર્યો હતો જેમાં તેમણે બ્રેસ્ટફીડિંગનો પોતાનો અનુભવ પણ શેર કર્યો હતો.

નેહા ધૂપિયા હાલ એક કૈમપેન ચલાવી રહી છે જેમાં તે મહિલાઓ માટે બાળકોને ગમે તે જગ્યા પર દૂધ પીવડાવવા માટેની ડિમાન્ડ રાખી રહી છે. જણાવી દઈએ કે નેહાએ 18 નવેમ્બર 2018 ના રોજ ક્યૂટ દીકરીને જન્મ આપ્યો હતો. હાલ નેહા પોતાની દીકરી સાથે સમય વીતાવી રહી છે અને પોતાની દીકરી સાથેની તસવીરો પણ શેર કરતી રહે છે.
જણાવી દઈએ કે નેહા ધુપિયાએ હાલમાં જ #freedomtofeed નામના કૈમપેનની શરૂઆત કરી છે.નેહા તેના દ્વારા મહિલાઓને પોતાના નવજાત બાળકોને સાર્વજનિક જગ્યાઓ પર પણ દૂધ પીવડાવવા માટે જાગૃકતા ફેલાવવાવનું કામ કરી રહી છે. આ કૈમપેનને સપોર્ટ કરતા હાલમાં જ સોહા અલી ખાને પણ પોતાની દીકરીને બ્રેસ્ટફીડિંગ કરાવાનો અનુભવ શેર કર્યો છે અને કહ્યું કે તેને બ્રેસ્ટફીડિંગ કરવાવના સમયે કેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
સોહાએ 3 થી ચાર વિડીયો પોતાના એકાઉન્ટ પર શેર કર્યા છે અને કહ્યું કે નેહા દ્વારા બ્રેસ્ટફીડિંગ પર શેર કરવામાં આવેલા અનુભવથી ખુબજ પ્રેરીત થઇ છે.સોહાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કરતા પોતાના અનુભવ વિશે જણાવતા કહ્યું કે,”આ મારા માટે માં બનવાનો સૌથી કઠિન અનુભવ રહ્યો હતો.હું પ્રકૃતીથી કમ્પીટ કરવામાં પણ ક્યારેય પાછળ નથી રહેતી.

મારે ન્યુટ્રીશનનો એક્સકલુજીવ પ્રોવાઇડર રહેવાની જરૂર હતી અને હું આ આશ્ચર્યથી રૂબરૂ થઇ.મારા માટે આ એક વિનમ્ર પ્રક્રિયા હતી અને તેની સાથે તેની માંગ પણ હતી.આ દરમિયાન મેં ઘણી વાર થાંક લાગવાનો અને નારાજગીનો અનુભવ કર્યો. મારે મારી ભૂખી દીકરીની ડિમાન્ડ પણ પુરી કરવાની હતી’.
સોહાએ બ્રેસ્ટફીડિંગનો એક કિસ્સો શેર કરતા જણાવ્યું કે એક વાર તેને ફ્લાઈટના બાથરૂમમાં બ્રેસ્ટમિલ્ક પંપ કરવું પડ્યું હતું.કિસ્સાને શેર કરતા સોહા કહે છે કે,”એક વર્કિંગ માતા હોવાને લીધે મારે સૌથી વિચિત્ર જગ્યાઓ પર દીકરીને દૂધ પીવડાવવું પડતું હતું.એવામાં હું એકે વાર ફ્લાઈટમાં જઈ રહી હતી અને મારે બાથરૂમમાં જઈને પંપ દ્વારા દૂધ એકઠું કરવું પડ્યું હતું અને આ દરમિયાન મારું કિંમતી દૂધ પણ જ્યાં ત્યાં વિખેરાઈ ગયું હતું.આ દરમિયાન મને બાથરૂમમાં ખુબ સમય લાગી ગયો અને જયારે હું પછી મારા સીટ પર આવીને બેસી તો એર હોસ્ટેજે મને પૂછ્યું કે શું હું અંદર મેકઅપ કરી રહી હતી? મારું રિએક્શન હતું કે..અરે નહિ!”
જણાવી દઈએ કે નેહા ધૂપિયા અને સોહા અલી ખાનની મિત્રતા ઘણા સમય પહેલાની છે એવામાં બંન્ને વચ્ચે મનમુટાવ થવાની ખબરો પણ આવી રહી છે.બંન્ને વચ્ચે આવેલી તિરાડ એક બ્રાન્ડને જણાવામાં આવી રહી છે અને બંન્નેએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો પણ કરી નાખી છે.
View this post on Instagram
જણાવી દઈ કે પટૌડી પરિવાર હાલના સમયમાં લંડનમાં વેકેશન પર ગયેલા છે.આ દરમિયાન સૈફ અલી ખાન અને સોહા અલી ખાનનો પરિવાર એકબીજા સાથે સમય વિતાવી રહ્યો છે.બંન્ને પરિવારની આ વેકેશની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે.
જુઓ સોહા અલી ખાનનો વિડીયો: 1
વિડીયો: 2
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks