નવી માતાઓ માટે સ્તનપાન કરવું એક મુશ્કેલ કામ છે. કહેવામાં આવે છે કે માતા દૂધમાં અમૃત હોય છે. ઘણી મહિલાઓને પૂરતા પ્રમાણમાં દૂધના આવતા તેને મિલ્કબેંકની મદદ લેવી પડે છે. ઘણી મહિલાઓનું બ્રેસ્ટ મિલ્ક એટલું હોય છે કે દાન દેવું પડે છે. પરંતુ કૈલિફોર્નિયામાં રહેતી તાબીધા ફ્રોસ્ટની સમસ્યા આ કરતા પણ મોટી છે.

ત્રણ બાળકોની માતા ફ્રોસ્ટે અત્યાર સુધીમાં લગભગ 470 લિટર બ્રેસ્ટ મિલ્ક દાન કરી ચુકી છે. દરરોજ તેની છાતીમાં સરેરાશ ત્રણ લિટરથી વધુ દૂધ ઉતર્યું છે. આ તેણીની આઠ મહિનાની બાળક છોકરીની જરૂરિયાત કરતા ઘણી વધારે છે. તેથી તે બાકીનું દૂધ દાન કરે છે.

ફ્રોસ્ટનું કહેવું છે કે,કે તેણે દરરોજ બ્રેસ્ટ દૂધ કાઢવું પડે છે. ભલે તે ટ્રીપ પર હોય અથવા બીમાર હોય તેના માટે આ કામ સંપૂર્ણ સમયની નોકરી જેવી છે. નિષ્ણાતો કહે છે કે આ હાયપરલેક્ટેશન સિન્ડ્રોમને કારણે છે. જણા કારણે સરેરાશ કરતા ત્રણ ગણું વધુ બ્રેસ્ટ મિલ્ક ઉતપન્ન થાય છે. જો કે, આ રોગ ભાગ્યે જ જોવા મળે છે.

કેટલાક કિસ્સાઓમાં પ્રોલેક્ટીનનું પ્રમાણ વધારે છે. તેને હાઈપરપ્રોલેક્ટીનેમિયા પણ કહેવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં તે બ્રેઈન ટ્યુમરના કારણે પણ થાય છે. જો કે, કેટલાક કિસ્સાઓમાં, પ્રોલેક્ટીનનું સ્તર સામાન્ય હોવા છતાં પણ બ્રેસ્ટ મિલ્ક બને છે. આ નલિકાઓની સંવેદનશીલતાને કારણે હોઈ શકે છે.