‘કૌન બનેગા કરોડપતિ’ આજકાલ ટીવીની દુનિયાનો સૌથી વધુ હિટ ક્વિઝ શો છે. આ શોમાં દેશના જુદા-જુદા ભાગોથી આવીને લોકો પોતાનું નસીબ અજમાવે છે અને લાખો કરોડો રૂપિયા જીતીને પોતાના સપનાઓને નવી રાહ ચીંધે છે. ત્યારે 17 સપ્ટેમ્બરના એપિસોડમાં, એક એવી સ્પર્ધક હોટ સીટ પર આવી જે બધા માટે જ પ્રેરણારૂપ હતી. બિહારના દરભંગાની બ્રેસ્ટ કેન્સરથી પીડિત આરતી કુમારી હોટસીટ પર અમિતાભ બચ્ચન સામે પહોંચી હતી.

‘ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ’ નો સાચો જવાબ સૌથી પહેલા આપીને અમિતાભને પોતાની સામે જોતા આરતી કુમારી ઘણી ભાવુક થઇ ગઈ હતી, પરંતુ બાદમાં તેણે પોતાને સંભાળી કેબીસીના પ્રશ્નોના જવાબો આપ્યા. તેની કેન્સરની સારવાર ચાલી રહી છે, પરંતુ આ દરમિયાન પણ તેણે પોતાની જવાબદારીઓ છોડી નથી. તે એક બેંકમાં મેનેજર તરીકે નોકરી કરે છે અને પોતાના 7 વર્ષના પુત્ર અને તેની માતા સાથે વારાણસીમાં રહે છે.
‘કૌન બનેગા કરોડપતિ’નો ભાગ બન્યા પછી આરતીએ મહિલાઓને બ્રેસ્ટ કેન્સર પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. આરતીની હિંમત અને જુસ્સો જોઈને શોમાં અમિતાભ બચ્ચન પણ તેમના વખાણ કરતા જોવા મળ્યા. સાથે જ તેમણે મહિલાઓને બ્રેસ્ટ કેન્સર પ્રત્યે સચેત રહેવાની અને કોઈ પણ બીમારીને હલકામાં ન લેવાની વાત પણ કહી.

રમતની વાત કરીએ તો કેબીસીમાં આરતીનું પ્રદર્શન સારું રહ્યું. તેમણે ઘણી આસાનીથી અમિતાભ બચ્ચન દ્વારા પૂછવામાં આવેલા 10 સવાલોના જવાબ આપ્યા. પછી આરતી આ રમતમાં 6,40,000 જીતીને ઘરે ગઈ. અમિતાભ બચ્ચને જયારે આરતીને 12 લાખ 50 હજાર રૂપિયાનો સવાલ પૂછ્યો ત્યારે તે ઘણી પરેશાન અને દુવિધામાં જોવા મળી. આરતીએ આ સવાલનો જવાબ ન આપવાનો નિર્ણય લીધો અને શોને છોડી લેવાનો નિર્ણય લીધો. કારણ કે આરતી પાસે કોઈ લાઈફલાઈન પણ બચી ન હતી અને તે કોઈ પણ રિસ્ક લેવા માંગતી ન હતી.

અમિતાભ બચ્ચને આરતીને 12 લાખ 50 હજાર રૂપિયાનો સવાલ પૂછ્યો હતો એ હતો, શિકાર કરવા માટે આમાંથી કયું પક્ષી લગભગ 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સૌથી વધુ ડૂબકી લગાવવા માટે ઓળખાય છે. આનો જવાબ છે પેરેગ્રીન ફાલ્કન છે. આ સવાલમાં આરતી મૂંઝવણમાં જોવા મળી. એટલે તેને મોટી રકમની લાલચમાં ન આવીને સાચો નિર્ણય કરીને ગેમ ત્યાં જ છોડી દીધી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks