આજના સમયમાં પ્રેમ થવો અને ત્યારબાદ બ્રેકઅપ થવું કોઈ મોટી વાત નથી, છતાં પણ પ્રેમમાં ડૂબી ગયેલા ઘણા લોકો માટે પોતાના પ્રેમી સાથે બ્રેકઅપ થવું ઘણી જ પીડા દાયક હોય છે. આવો જ એક વ્યક્તિ હતો અભિષેક જોશી. જે બ્રેકઅપ પહેલા કરોડોની સંપત્તિનો માલિક હતો, પરંતુ બ્રેકઅપ બાદ પોતાની આ સંપત્તિને કોડીયોના ભાવમાં વેચીને તે એક લૂંટારો બની ગયો.(તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

અભિષેક જોશીને છત્તીસગઢની પોલીસે એક વર્ષની અંદર જ ધરપકડ કરી લીધી છે. અભિષેકે દુર્ગ અને રાયપુરની અંદર 50થી પણ વધારે લૂંટની ઘટનાનોને અંજામ આપ્યો હતો. અભિષેક મૂળ દેવેન્દ્ર નગર (રાયપુર)નો રહેવાસી હતો. પોલીસે તેની રાજધાની રાયપુરની એક પ્રાઇવેટ હોટલમાંથી ધરપકડ કરી હતી.

છેલ્લા બે મહિનાથી પોલીસની એક ટીમ આરોપીની શોધખોળ કરી રહી હતી. તેનું કોઈ સ્થાયી ઠેકાણું ના હોવાના કારણે તે પોલીસને પણ ચકમો આપી રહ્યો હતો. આરોપીની નિશાનદેહી ઉપર પોલીસે લગભગ એક દર્ઝન મોબાઈલ ઝડપ્યા છે. તેની ઉપર લગાવવામાં આવેલા 50 મામલાઓમાંથી 17 મામલાઓનો ખુલાસો પણ થઇ ગયો છે.

અભિષેકનું આ ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાવવાનું કારણ પણ સૌને હેરાન કરનારું છે. પ્રેમિકાએ લગ્ન ના કરવાનું કહેતા અભિષેકે પહેલા પોતાનો અઢી કરોડનો બંગલો માત્ર 14 લાખમાં જ વેચી દીધો. ત્યારબાદ તે ચાલાક લૂંટારો બની ગયો. પોતાની ખુન્નસ કાઢવા માટે તે મહિલાઓ અને છોકરીઓને પોતાની શિકાર બનાવતો હતો અને તેને 50થી પણ વધારે ઘટનાઓને અંજામ આપ્યો હતો.

ભીલાઈની અંદર તેને 4 નવેમ્બરના રોજ એક ઇન્જીન્યરીંગ વિધાર્થિનીની ચાકુ મારીને તેની સાથે લૂંટપાટ કરી હતી. પોલીસે તેની પાસેથી મોબાઈલ ઉપરાંત ગાડીઓ પણ જપ્ત કરી છે.

કોલેજમાં આભ્યાસ કરવા દરમિયાન તેની મિત્રતા એક યુવતી સાથે થઇ હતી. બંને લગ્ન કરવા માંગતા હતા. એ દરમિયાન જ તેના માતા પિતાનું એક એક કરીને મૃત્યુ થઇ ગયું. તેની પ્રેમિકાએ પણ તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. પ્રેમિકાએ તેના ઘરવાળાના કહેવા ઉપર ભોપાલમાં લગ્ન કરી લીધા ત્યારબાદથી જ લગભગ 8 વર્ષ પહેલાંથી તે અપરાધની દુનિયામાં પ્રવેશી ગયો.