રસોઈ

વઘારેલી બ્રેડ વીથ મેયોનીઝ ની રેસીપી, જુઓ રેસિપી ને ગમે તો શેર કરી લાઈક કરવાનું ભૂલતા નહિ…..!!!

દોસ્તો આજે હું આપને જણાવવા જઈ રહી છુ વઘારેલી બ્રેડ વીથ મેયોનીઝ ની રેસીપી. જો તમારા ઘરમાં બ્રેડ વધી હોય તો તમે એમાંથી એકદમ સરળ રેસિપી તૈયાર કરી શકો છો. જે બાળકો થી લઈને મોટાને પણ ભાવશે. તો ચલો જાણીએ વઘારેલી બ્રેડ વીથ મેયોનીઝ.

સામગ્રી

 • બ્રેડ – ૧ પેકેટ
 • તેલ – ૨ ટી સ્પૂન
 • રાઈ- ૧ ટી સ્પૂન
 • જીરૂ – ૧ ટી સ્પૂન
 • ઝીણી સમારેલી ડુંગળી- ૧ નંગ
 • ઝીણાંસમારેલા ટામેટા – ૧ નંગ
 • ઝીણાં સમારેલા કેપ્સીકમ – ૧ નંગ
 • મરચુ — સ્વાદાનુસાર
 • મીઠું – સ્વાદાનુસાર
 • હળદર – સ્વાદાનુસાર
 • ધાણાંજીરુ– સ્વાદાનુસાર
 • ગરમ મસાલો– સ્વાદાનુસાર
 • ચાટ મસાલો—સ્વાદાનુસાર
 • મેયોનીઝ – જરૂર મુજબ

સૌ પ્રથમ બ્રેડ નાં નાના ટુકડા કરી રાખો. ત્યારબાદ કડાઈ માં તેલ નાંખો થોડુ. તેમાં રાઈ જીરૂ નાંખો. વઘાર ગરમ થાય એટલે એમાં ઝીણી સમારેલી ડુંગળી નાંખો અને સાંતળો. ડુંગળી બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી એને સાંતળો. ત્યારવાદ તેમાં ઝીણાં સમારેલા ટામેટા નાંખો અને ઝીણાં સમારેલા કેપ્સિકમ ઉમેરો. ત્યારબાદ તેને સાંતળો અને થોડુક પાણી ઉમેરો જેથી તે ચડી જાય. ત્યારબાદ તેમાં બ્રેડ નાં ટુકડાં ઉમેરો. ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ હળદર, ઘાણાજીરુ, મરચુ, ગરમ મસાલો, ચાટ મસાલો ઉમેરી હલાવી લો. થોડી જ વાર માં તૈયાર થઈ જશે. જો તમને બ્રેડ ઢીલી જોઈએ તો થોડુ પાણી ઉમેરી ઢાંકી રાખો. ત્યારબાદ સર્વીંગ બાઉલ મા઼ કાઢી તેનાં પર મેયોનીઝ થી ગાર્નીશ કરો.

તો તૈયાર છે વધારેલી બ્રેડ વીથ મેયોનીઝ બનાંવો અને તમારા સ્વજનો ને ખુશ કરો.

Author: બંસરી પંડયા GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ