નોંધી લો ટેસ્ટી બ્રેડ પકોડા બનાવવાની પરફેક્ટ રીત, આવા ટેસ્ટી બ્રેડ પકોડા ક્યારેય નહિ ખાધા હોય, એકવાર બનાવી જોજો

0
Advertisement

બ્રેડ પકોડા દિલ્હીનું ખાસ સ્ટ્રીટ ફૂડ છે, જેને ઘરે સરળતાથી બનાવી શકાય છે. વરસાદ હોય કે ઠંડી હોય ત્યારે સાંજે ગરમાગરમ ચા સાથે બ્રેડ પકોડા મળી જાય તો મજા આવી જાય છે. આને એવી રીતે બનાવવામાં આવે છે કે આને લીલી ચટણી સાથે ખાય વિના રહી શકાતું નથી. આ એવી ડીશ છે કે જે મહેમાનોને પણ સર્વ કરી શકાય છે અને બાળકોને નાસ્તાના ડબ્બામાં પણ ભરીને આપી શકાય છે. એક વાર બ્રેડ પકોડા ચાખ્યા પછી એનો તીખો ચટપટો સ્વાદ ક્યારેય ભૂલી નથી શકાતો. તો આજે બ્રેડ પકોડા બનાવવાની સરળ રેસિપી જોઈએ –

સામગ્રી

મિક્સર બનાવવા માટે

  • બાફેલા બટાકા 4 નંગ
  • લીલા મરચા 3 નંગ
  • ડુંગળી 1 નંગ
  • લાલ મરચું 1 ચમચી
  • હળદર 1/2 ચમચી
  • ધાણા ઝીરું 1/2 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • મીઠુ સ્વાદાનુસાર
  • આમચૂર પાવડર 1 ચમચી
  • ધાણા 3 ચમચી

ખીરું બનાવવા માટે

  • બેસન 1/2 કપ
  • મીઠુ 1 ચમચી
  • હળદર 1/4 ચમચી
  • લાલ મરચું 1/4 ચમચી
  • અજમો 1/4 ચમચી
  • બેકિંગ સોડા 1/2 ચમચી
  • પાણી 1 ગ્લાસ
  • બ્રેડ 4 નંગ
  • તેલ તળવા માટે

રીત

સૌપ્રથમ એક બૉઉ માં બાફેલા બટાકા લઇ લો અને એમાં લીલા મરચા, ડુંગળી, મસાલા એડ કરી મિક્સ કરી લો અને પછી ધાણા એડ કરી બરોબર મિક્સ કરી 10 મિનિટ રેસ્ટ આપો. પછી બીજા એક બૉઉલમાં બેસન લઇ લો, એમાં મીઠુ, મરચુ, હળદર, સોડા એડ કરી મિક્સ કરી લો અને થોડું થોડું પાણી એડ કરી ખીરું તૈયાર કરી લો. બહુ પાતળું ના થાય તેનું ધ્યાન રાખવું. પછી બ્રેડ લઇ લો એના ઉપર લીલી ચટણી અને લાલ ચટણી લગાવી બટાકાનું મિક્સર પાથરી દો પછી એના ઉપર બીજી બ્રેડ લગાવી સેન્ડવીચની જેમ કટ કરી લો પછી તેલ ગરમ કરી લો અને પછી એ બ્રેડને બેસનમાં ડીપ કરી લો અને તેલમાં ફ્રાય કરી લો તળાઈ જાય એટલે કાઢી લો અને ગરમ ગરમ ચા અથવા તો લીલી ચટણી સાથે સર્વ કરો જરૂરથી બનાવજો

બ્રેડ પકોડા બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here