રસોઈ

બ્રેડ કટલેશની સ્વાદિષ્ટ રેસીપી બનાવો ઘરે જ- મહેમાન પણ પૂછવા લાગશે શું છે સિક્રેટ

બ્રેડ કટલેશ એક સ્વાદિષ્ટ ભારતીય નાસ્તો છે. જેને સ્ટાટર ના રૂપ મા સાંજ ના સમયે ચા સાથે નાસ્તા મા પીરસવા મા આવે છે. આ બનાવવા મા ખુબ આસાન છે. સાથે પોષ્ટીક પણ છે અને બાળકો ને પણ પસંદ આવે છે. આને બનાવવા માટે બ્રેડ,

Image Source

બાફેલા બટેટા, બાફેલા લીલા વટાણા અને થોડા શાકભાજી નો ઉપયોગ કરી ને એક મીશ્રણ બનાવવા મા આવે છે. અને પછી એમા થી કટલેશ બનાવી ને તેને તેલ મા શેકવા મા આવે છે. તો આજે આપણે આ રેસીપી ની મદદ થી ધરે કટલેશ બનાવી શુ.

 • પુર્વ તૈયારી નો સમય : ૧૫ મીનીટ
 • પકાવા નો સમય : ૨૦ મીનીટ
 • કેટલા લોકો માટે : ૨ વ્યક્તી માટે

બ્રેડ કટલેશ બનાવા માટે ની સામગ્રી

 • ૪ – બ્રેડ સ્લાઈઝ
 • ૧ – મોટુ બટેટુ, બાફેલુ
 • ૧/૩ કપ – બાફેલા લીલા વટાણા
 • ૧/૩ કપ – કચુબર કરેલુ કોબી
 • ૧/૩ કપ – કચુબર કરેલુ ગાજર
 • ૨ ચમચી + ૧/૩ કપ – સુખા બ્રેડ ક્રમ્બસ
 • ૧ – મધ્યમ કાંદા બારીક કાપેલા
 • ૧-૨ – લીલા મરચા બી કાઢેલા અને બારીક કાપેલા
 • ૧/૨ ચમચી – કચુબર કરેલુ આદુ
 • ૧/૪ ચમચી – ગરમ મસાલા પાઉડર
 • ૧ ચમચી – લીંબુ નો રસ
 • ૧ ચમચી ‌+ ૩ ચમચી તેલ
 • પાણી – પ્રયોગ અનુસાર
 • નમક – સ્વાદ અનુસાર
 • ૨ – ચીઝ ક્યુબસ અને ટમેટો કેચપ સજાવા માટે

બ્રેડ કટલેશ ની સ્વાદિષ્ટ રેસીપી બનાવો ઘરે જ

૧) એક પેન કે કડાઈ મા મધ્યમ આચ ઉપર ૧ ચમચી તેલ ને ગરમ કરો. તેમા બારીક કાપેલા કાંદા ને નાખો. અને એને હલ્કા ગુલાબી રંગ ના થાય ત્યા સુધી સોંતરો. આમા લગભગ ૧ થી ૨ મીનીટ નો સમય લાગશે. ત્યાર બાદ તેમા કચુબર કરેલુ આદુ અને લીલા મરચા ને નાખો અને એને ૩૦ સેંકંન્ડ સુધી સોંતરો.

Image Source

૨) પછી તેમા કચુબર કરેલા ગાજર, કોબી, બાફેલા લીલા વટાણા અને ગરમ મસાલા ને નાખો અને સારી રીતે મીક્સ કરો.

૩) આ મીશ્રણ ને ૧-૨ મીનીટ સુધી સોંતરો. ગેસ ને બંધ કરી લ્યો અને આ મીશ્રણ ને એક બાઉલ મા કાઢી લ્યો. અને આ મીશ્રણ ને ૪-૫ મીનીટ માટે ઠંડુ થવા દો.

૪) બ્રેડ ની સ્લાઈઝ ને પાણી મા ડુબાડો અને તુરંત બહાર કાઢી લ્યો. તથા બ્રેડ સ્લાઈઝ ને નીચોવી ને વધારા નુ પાણી નીકાળી લ્યો. અને પાકેલા શાકભાજી ના મીશ્રણ મા નાખો. ત્યાર બાદ તેમા બાફેલા બટેટા ને મસળી ને આ મીશ્રણ મા નાખો. પછી ૨ ચમચી સુખા બ્રેડ ક્રમ્બસ ને નાખો. ત્યાર બાદ તેમા લીંબુ નો રસ અને નમક ને નાખો.

૫) આને સારી રીતે મીક્સ કરી લ્યો અને એક મીશ્રણ બનાવો. તેમા મીઠું માટે ચાખો અને જરૂર પડ્યે મીઠું ને નાખો.

Image Source

૬) મીશ્રણ ને બરાબર ૮ ભાગ મા વહેચી લ્યો અને દરેક ભાગ ને ગોળ આકાર આપી ને ગોરણા બનાવો. જો મીશ્રણ વધારે ઢીલુ લાગે તો ૧-૨ ચમચી સુખા બ્રેડ ક્રમ્બસ ને નાખી શકો છો. પ્રત્યેક ગોળા ને હાથ મા લ્યો અને એને હથેળી વચ્ચે દબાવી ૧/૨ ઈચ મોટી ટીક્કી બનાવો.

૭) એક થાળી મા ૧/૩ કપ સુખા બ્રેડ ક્રમ્બસ લ્યો. પ્રત્યેક ટીક્કી ને બ્રેડ ક્રમ્બસ થી લપેટો અને એક ડીશ મા રાખો. આજ રીતે બધી ટીક્કી ને સારી રીતે બ્રેડ ક્રમ્બસ મા લપેટી ને તૈયાર કરો.

૮) એક નોનો સ્ટીક પેન મા મધ્યમ આચ ઉપર ૨-૩ ચમચી તેલ ને ગરમ કરો. પેન મા ૨-૩ કટલેશ ને રાખો અને એને નીચે ની સાઈડ હલ્કા ભુરા સોનેરી રંગ ની થાય ત્યા સુધી ચડવા દો.

Image Source

૯) આને ધીરે ધીરે પલટો. અને દરેક ટીક્કી ઉપર ૧ ચમચી તેલ લગાવો. અને બીજી બાજુ સોનેરી ભુરા રંગ ની થાય ત્યા સુધી ચડાવો. પછી આને બન્ને સાઈડ હલ્કા સોનેરી રંગ ની થાય ત્યા સુધી તેલ મા શેકો. દરેક બાજુ સોનેરી રંગ ની થવા માટે ૨ મીનીટ સુધી નો સમય લાગશે. જ્યારે આ તૈયાર થઈ જાય ત્યારે આને એક થાળી મા કાઢો.

૧૦) આજ રીતે બધી કટલેશ તેલ મા શેકો. કટલેશ ઉપર છીણેલુ ચીઝ ને નાખો અને ટમેટા નો સોસ નાખી ને સજાવો. બ્રેડ કટલેશ પીરસવા માટે તૈયાર છે.

સુજાવ અને વિવિધતા

આને વધારે પોષ્ટીક બનાવા માટે મેંદા ની બ્રેડ ને બદલે ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કરો. તમે બ્રેડ કટલેશ ને તેલ મા પણ તળી શકો છો. તો ધ્યાન રાખો કે તેલ માથી હલ્કો ધુવાડો નીકળે ત્યા સુધી ગરમ થવા દો.