જીવનશૈલી દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

ફોટોગ્રાફરે ઉજ્જડ જમીન પર લગાવ્યા 20 લાખ વૃક્ષો, બનાવી દીધું લીલુછમ જંગલ, 1 લાઇકથી વધાવો

આપણે સૌ એ પરિસ્થિતિથી જાણકાર છીએ કે પૃથ્વી પર જંગલો ઘટતા જાય છે અને તાપમાન વધતું જાય છે. ત્યારે ઘણા ઓછા લોકો છે કે જેઓ પોતાની પૃથ્વી બચાવવાની ફરજને ગંભીરતાથી લે છે. બ્રાઝિલના એક કપલે પણ આ પરિસ્થિતિને બદલવાનો નિશ્ચય કર્યો, અને આખરે 1,502 એકર ઉજ્જડ જમીન પર વૃક્ષો વાવીને છેલ્લા 20 વર્ષમાં જંગલને ફરીથી સજીવન કર્યું છે.

Image Source

ખતમ થઈ રહેલા જંગલોને બચાવવા માટે બ્રાઝિલિયન ફોટો જર્નાલિસ્ટ સેબેસ્ટિયાઓ સાલગાડો અને તેમની પત્ની લેલી ડેલ્યુઝ વેનકીક સાલગાડોએ સમગ્ર વિશ્વને સાબિત કરી આપ્યું છે કે કોઈ પણ કામ કરવા માટે ધગશ હોય તો કામ ભલેને પૃથ્વીને બચાવવાનું હોય, તો એ પણ થઇ શકે છે. 20 વર્ષોમાં તેમને 20 લાખ વૃક્ષો વાવીને ફરીથી જંગલ ઉભું કર્યું છે. આ કોઈ નાનું સૂનું કામ નથી.

Image Source

1990ના દશકમાં સેબેસ્ટિયાઓ સાલગાડોએ પોતાની પત્ની સાથે પોતાના વતન બ્રાઝિલ પાછું ફરવાનો નિર્ણય લીધો. ઘરે પહોંચીને તેમને જોયું કે જ્યાં એક સમયે વરસાદી જંગલો હતા એ જગ્યા હવે ઉજ્જડ વેરાન પ્રદેશ બની ગયો છે. આ જોઈને આ કપલ દુઃખી થઇ ગયું. ત્યારે લેલીને એવો વિચાર આવ્યો કે આ જંગલ ફરીથી વિકસાવવું જોઈએ. તેને વિશ્વાસ હતો કે તે આ ઉજ્જડ વેરાન પ્રદેશની કાયાપલટ કરી શકાશે.

Image Source

સાલગાડો કહે છે કે ‘આ જમીન પણ એટલી જ ખતમ થઇ ગઈ હતી, જેટલો હું અંદરથી ખતમ થઇ ગયો હતો. ફક્ત 0.5 ટકા જ વૃક્ષો બચ્યા હતા.’ જંગલોના પુનર્વિકાસના પ્રયાસો શરુ કરવાની સાથે જ સાલગાડોને સમજાયું કે જેમ જેમ વૃક્ષો વધી રહયા છે, તેમ તેમ તેમનો પણ પુનર્જન્મ થઇ રહ્યો છે. જંગલ વધવાની સાથે જ ત્યાંથી જતા રહેલા બધા જ પશુ-પક્ષીઓ, અને બીજા જીવો પરત આવવા લાગ્યા હતા.

Image Source

સાલગાડો કહે છે કે ‘ફક્ત વૃક્ષો જ કાર્બન ડાયોકસાઇડને ઓક્સિજનમાં બદલી શકે છે. અમારે જંગલ ફરીથી વસાવવાનું હતું. એ માટે એવા જ વૃક્ષો લગાવવાના હતા જે એ ક્ષેત્રમાં મળી આવતા હોય. તો જ નહીં આ વૃક્ષો વધી શકશે અને જંગલ બની શકશે. અને અહીં પ્રાણીઓ નહિ આવે તો જંગલ શાંત થઈ જશે.’

Image Source

સેબેસ્ટિયાઓ સાલગાડોએ તેની પત્ની લેલી ડેલ્યુઝ વેનકીક સાલગાડો સાથે મળીને Instituto Terra નામના એક નાની સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થાએ 4 મિલિયન છોડ વાવીને મરી ગયેલા જંગલને ફરીથી જીવંત કર્યું છે. તેની જે અસર થઇ છે એ સહજ જ જોવા મળે છે. તેમની મહેનત રંગ લાવી અને એક સમયે જ્યાં ઉજ્જડ જમીન હતી એ હવે ફરીથી લીલી બની ચુકી છે. એમની 20 વર્ષની મહેનતથી જંગલ પાછું જીવંત થયું છે અને જંગલમાંથી જતા રહેલા પશુ-પક્ષીઓ પણ પરત આવી ગયા છે. જ્યા ક્યારેક સન્નાટો હતો ત્યાં હવે પશુ-પક્ષીઓનો અવાજ સંભળાય છે.

આ કપલ દ્વારા શરુ કરવામાં આવેલી આ જંગલોને ફરીથી વિકસાવવાની પહેલ એ પોતાનામાં જ એક અનોખી પહેલ છે અને તેણે વિશ્વભરમાં ઘણા લોકોને પ્રેરણા આપી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.