ધારદાર હથિયાર સાથે ફરી રહેલા આ હુમલાખોરને પોલીસ ઓફિસરે ફિલ્મી અંદાજમાં એ રીતે પકડ્યો કે વીડિયો જોઈને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે

આ રિયલ સિંઘમે ધારદાર હથિયારથી સજ્જ આ હુમલાખોરને ફિલ્મી અંદાજમાં ઝડપ્યો, લોકોએ કહ્યું, “અસલી હીરો…”

ફિલ્મોની અંદર આપણે પોલીસવાળાનો દમખમ જોતા હોઈએ છીએ. ફિલ્મોમાં પોલીસ ઓફિસર નીડર થઈને આરોપી સામે બાથ ભીડતા હોય છે અને આરોપીના હાથમાં ભલે ગમે તેવું હથિયાર કેમ ના હોય, પોલીસ ઓફિસર તેને દબોચી લેતા હોય છે, પરંતુ રિયલ લાઈફમાં આવુ ઘણું ઓછું થતું જોવા મળતી હોય છે, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં આવી જ એક ઘટના લાઈવ કેમેરામાં કેદ થયેલી જોવા મળી રહી છે.

કેરળના એક સબ-ઇન્સ્પેક્ટરે તીક્ષ્ણ હથિયારથી સજ્જ હુમલાખોરનો બહાદુરીપૂર્વક સામનો કર્યો અને તેને ઊંધો પાડી અને ધૂળ ચટાવી. આ ઘટના કેરળના કયામકુલમ પાસેના પારા જંકશનની છે, વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પોલીસની કાર રોડની બાજુમાં ઉભેલા એક વ્યક્તિની પાસે થોભી જાય છે અને પોલીસકર્મી તેમાંથી નીચે ઉતરતા જ એક વ્યક્તિએ ધારદાર હથિયાર લઈને અચાનક હુમલો કરી દીધો હતો.

આ દરમિયાન, ગભરાવા કે ભાગવાને બદલે, સબ-ઇન્સ્પેક્ટરે હુમલાખોર સાથે બહાદુરીપૂર્વક લડત આપી. વીડિયોમાં બંને જમીન પર પડતા જોવા મળે છે, ત્યારબાદ પોલીસકર્મીએ તેમની પાસેથી હથિયાર છીનવી લીધું. ત્યાર પછી રાહદારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પોલીસ અધિકારીની મદદ કરી હતી. ટ્વિટર પર આ વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા યુઝર્સે પોલીસ અધિકારીની હિંમતની પ્રશંસા કરી હતી.

કેરળ પોલીસ દ્વારા એક ફેસબુક પોસ્ટ અનુસાર, અધિકારીની ઓળખ સબ ઈન્સ્પેક્ટર અરુણ કુમાર તરીકે કરવામાં આવી છે, જે અલપ્પુઝા નૂરનાદ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ છે. આ ઘટના 12 જૂને સાંજે લગભગ 6 વાગ્યે પારા જંક્શન પાસે બની હતી. ઈજાના કારણે અધિકારીને આંગળીઓમાં સાત ટાંકા લેવા પડ્યા હતા. હુમલાખોરની ઓળખ સુગથાન તરીકે થઈ છે.

Niraj Patel