BIG NEWS : બોલીવુડમાં વધુ એક નિધન : “મિર્ઝાપુર 2″ના આ કલાકારનું હાર્ટ એટેકને કારણે થયુ નિધન

દુઃખદ સમાચાર : બોલીવુડની આ મોટી હસ્તીની લાશ ત્રણ દિવસ સુધી બાથરૂમમાં પડી રહી, બોલીવુડમાં ફફડાટ- જાણો વિગત

મનોરંજન જગતમાંથી એક બાદ એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા જ ટીવી જગતના ખ્યાતનામ અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું ઘણી નાની વયે નિધન થઇ ગયુ હતુ. તે બાદ તારક મહેતા ફેમ નટુકાકાનું પણ નિધન થઇ ગયુ હતુ, જે કેન્સરની બીમારી સામે લડી રહ્યા હતા. તે બાદ પણ ઘણા કલાકારોના નિધન થઇ ગયા હતા. ત્યારે હાલ વધુ એક અભિનેતાના હાર્ટ એટેકને કારણે નિધન થવાના સમાચાર છે. ‘મિર્ઝાપુર-2’ જેવી શ્રેષ્ઠ વેબસિરીઝમાં લલિતનો રોલ કરનાર બ્રહ્મા મિશ્રા હવે નથી રહ્યા.

દિવ્યેન્દુ શર્માએ ઇન્સ્ટાગ્રામ પર લલિતનો ફોટો શેર કરીને દુઃખદ સમાચાર શેર કર્યા છે. લલિતની ભૂમિકામાં સૌના દિલ જીતી લેનાર બ્રહ્માનું આટલી નાની ઉંમરે નિધન થવું દરેકને દુઃખી કરી રહ્યું છે. બ્રહ્મા મિશ્રાએ ઘણી ફિલ્મો અને સિરિયલોમાં કામ કર્યું હતું, પરંતુ તેમને ઓળખ મિર્ઝાપુર 2 ના સાઈડ રોલથી મળી હતી. સિરીઝમાં તેમના પાત્રને જોયા પછી, ભાગ્યે જ કોઈ એવું હશે જેમણે તેમના પર ધ્યાન ન આપ્યું હોય. એટલું જ નહીં, તેમણે લલિતના પાત્રને કારકિર્દીનું શ્રેષ્ઠ અને હિટ પાત્ર પણ ગણાવ્યું.

એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું કે આ તેમના જીવનનો શ્રેષ્ઠ રોલ હતો. સિરીઝમાં તેમના પાત્રને એટલું પસંદ કરવામાં આવ્યું હતું કે તેમના પર ઘણા મીમ્સ પણ બનાવવામાં આવ્યા હતા. ભોપાલના રહેવાસી બ્રહ્મા મિશ્રાએ બાળપણથી જ એક્ટર બનવાનું સપનું જોયું હતું. 2013માં તેમણે ફિલ્મ ‘ચોર ચોર સુપર ચોર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેમણે અક્ષય કુમારની ફિલ્મ કેસરીમાં પણ ‘ખુદાદ ખાન’નો રોલ કર્યો હતો.

બ્રહ્મા મિશ્રા મનોજ બાજપેયીને પોતાના રોલ મોડલ માનતા હતા અને તેમની સાથે ફોટો ક્લિક કરવાની તક ગુમાવતા ન હતા. તેમણે પોતે મનોજ બાજપેયીનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો અને તેમને પોતાનો રોલ મોડલ ગણાવ્યો. વેબસિરીઝ મિર્ઝાપુરમાં મુન્ના ભૈયાના ખાસ મિત્ર લલિતનું પાત્ર ભજવનાર બ્રહ્મા મિશ્રાને 29 નવેમ્બરે છાતીમાં દુખાવાની ફરિયાદ હતી તે બાદ ડોક્ટરે ગેસની દવા આપીને તેમને ઘરે મોકલી દીધા હતા. પરંતુ ઘરે જ તેને હાર્ટ એટેક આવ્યો અને તેનું નિધન થઇ ગયું.

દર્દનાક વાત એ છે કે તેમનો મૃતદેહ ત્રણ દિવસથી ઘરના બાથરૂમમાં પડ્યો હતો. હાલમાં, મુંબઈ પોલીસ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી રહી છે જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય. ભોપાલ રાયસેનના રહેવાસી બ્રહ્મા મિશ્રા 32 વર્ષના હતા. તેમણે રાયસેનમાં જ 10મા સુધીનો અભ્યાસ કર્યો છે. તેમના પિતા જમીન વિકાસ બેંકમાં નોકરી કરતા હતા. મિર્ઝાપુર સિવાય બ્રહ્મા મિશ્રાએ કેસરી, હસીન દિલરૂબા અને બદ્રીનાથ કી દુલ્હનિયામાં પણ કામ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Divyenndu 💫 (@divyenndu)

Shah Jina