ખબર

કોરોના જેવી મહામારીમાંથી હજુ બહાર આવ્યા નથી ત્યારે વધુ એક બીમારીએ લીધી ભરડો, 8 શહેરમાં કરવામાં આવ્યું એલર્ટ

એક બાજુ કોરોના જેવી મહામારી ચાલી રહી છે. વિશ્વમાં કોરોનાનો આંકડો 3 કરોડને પાર કરી ગયો છે. કોરોનાના સૌથી વધુ કેસ અમેરિકામાં નોંધાયા છે. અમેરિકામાં વધુ એક બીમારીનું તાંડવ જોવા મળ્યું છે જેના કારણે 8 શહેરને એલર્ટ કરવામાં આવ્યા છે.

Image source

અમેરિકાનું ટેક્સાસ રાજ્ય હાલ એક રહસ્યમય બીમારીની ચપેટમાં છે. અહીં પીવાના પાણીમાં એક ખાસ અમીબા જોવા મળ્યા છે. જે માણસના મગજને ખાઈ જાય છે. આ બીમારી સામે આવ્યા બાદ ટેક્સાસના 8 શહેરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ્થાનિક ઓથોરિટીએ પાણીને લઈને ખાસ સુરક્ષા અપનાવવાનું કહ્યું છે.

Image source

ટેક્સાસ પ્રશાસન દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, બધા લોકો સંભાળીને રહે અન્યથા તબાહી મચી શકે છે. આ ટેક્સાસ કમિશને પર્યાવરણ ગુણવતાના આધાર પર વોટર એડવાઈઝરી જાહેર કરતા ગ્રાહકોંને આગ્રહ કર્યો છે કે, પાણીનો વપરાશ તાત્કાલિક બંધ કરી દે. પાણીમાં નાઇગેલેરીયા ફાઉલેરી એટલે કે મગજ ખાનારો એમિબા છે.

ગર્વનરના નિર્દેશ પર પર્યાવરણ ગુણવતાથી જોડાયેલા ટેક્સાસ આયોગ, બ્રેજોસપોર્ટ વોટર ઓથોરિટી સાથે કામ કરી રહ્યા છે જેથી આ સમસ્યાને જલ્દીથી જલ્દી નિરાકરણ કરી શકાય. રોગ નિયંત્રણ અને રોકધામ કેન્દ્રો અનુસાર, મગજ ખાનારા આ અમીબા મોટા ભાગે માટી, ગરમ પાણીના કુંડ, નદી ગરમ ઝરણામાં મળે છે. આ અમીબા સ્વિમિંગપૂલમાં સફાઈના અભાવે પણ મળી શકે છે. આ અમીબા ઔદ્યોગિક પ્લાન્ટમાંથી નીકળતા ગરમ પાણીમાં પણ જોવા મળે છે.

Image source

આ સમસ્યાને જોતા ટેકસાસના 8 શહેર લેક જેક્શન, ફ્રીપોર્ટ, એંગલેટોન, બ્રાઝોરિયા, રિચવુડ, ઓઈસ્ટર ક્રીક, ક્લૂટ, રોજેનબર્ગમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. TCEQના અનુસાર, લેક જૈક્સન માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને ત્યાં સુધી પાણી ન પીવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.

Image source

જણાવી દઈએ કે, પાણીમાંથી અમીબા નીકળવાની ઘટના 8 સપ્ટેમ્બરથી શરૂ થઇ હતી. અમીબા હોવાની વાત ત્યારે ખબર પડી જયારે 6 વર્ષના બાળકને હોસ્પિટલમાં દાખલ કરવાની ફ્રરજ પડી હતી. તપાસ દરમિયાન તેના શરીરમાં આવા અમીબાની હાજરી નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

સીડીસીના અહેવાલ પ્રમાણે નેગ્લેરિયા ફોલેરી અત્યંત ઘાતક અમીબા છે. 2009થી 2020 સુધીમાં આ અમીબાનો ભોગ બનવાના 34 કેસ સામે આવ્યા હતા. આ અમીબાનો ચેપ લાગનારા 97 ટકા લોકોનો જીવ બચાવવો મુશ્કેલ હોવાનું પણ જાણવા મળે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.