કહેવાય છે કે માંનો દરજ્જો કોઈને ના આપી શકાય. કહેવત છે કે, ‘માં તે માં બીજા બધા વગડાના વા’ તેનું ઉદાહરણ તેલંગણામાં જોવા મળ્યું હતું. 18 વર્ષીય બ્રેન ડેડ યુવાનના અંતિમ શંકરની તૈયારી થતી હતી. ત્યારે તેની માતાએ તેના દીકરા પાસે બેસીને ચોધાર આંસુએ રડતી હતી. આ માનો રડવાનો આવાજ મૃત્યુ પામેલા દીકરાએ સાંભળતા તતેની આંખમાંથી પણ આંસુ નીકળી ગયા હતા.

તેલંગણાના સૂર્યાપેટ જિલ્લાના પિલાલમૈરી ગામમાં રહેતો 18 વર્ષીય ગંધમ કિરણના નામના યુવકને 26 જૂને તાવ આવ્યો હતો.તાવની સાથે ઉલ્ટી થતા તેને સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 28 જૂનના તેની હાલત બગડતા તેને હૈદ્રાબાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
હૈદરાબાદની હોસ્પિટલમાં 3 જુલાઈ સુધી કોમાની સ્થિતિમાં રહ્યો હતો. ત્યારે ત્યાંના ડોક્ટરોએ તેને બ્રેન ડેડ જાહેર કરી દીધો હતો. અને તેનું બચવું મુશ્કેલ હતું. ડોક્ટરોએ ત્યારે કહ્યું કે સપોર્ટ સિસ્ટમ હટાવી દેવી જોઈએ અને ડેડ બોડીને ઘરે લઇ જવી જોઈએ.

પરંતુ ડોક્ટરોની આ વાતને તેની માંએ અસ્વીકાર કરી દીધી હતી. તેની માએ કહ્યું હતું કે,અંતિમ શ્વાસ સસુધી અમારા ગામના ઘરમાં રહેશે। અમે તેને સપોર્ટ સિસ્ટમ સાથે જ ઘરે લઇ જઈશું. ત્યારબાદ તે સૈદમમા તેના પુત્રને લઇ ઘર આવી. ત્યારબાદ તેના સગા સઁબઁધીઓ તેના અંતિમ સંસ્કારની તૈયારી કરતા હતા. ઘરમાં ટેંટ લગાવી ચિતા બાળવાની લાકડીની પણ વ્યવસ્થા પણ કરી લીધી હતી. ઘરમાં તેના સંબંધીઓ આખી રાત રડતા હતા. ત્યારે દીકરાને જોવા માટે તેની મા તેની પાસે જઈને રડવા લાગે છે. પોતાની માના રડવાને લઈને તતેની આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા હતા.

ત્યારે ત્યાંના ડોકટર રાજબાબુએ યુવાનની નસ તપાસતા તે ચાલી રહી હતી. ત્યારબાદ તેને ફરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. રાજબાબુએ હૈદરાબાદના ડોક્ટરોને ફોન લગાડી સલાહ લીધી હતી. ડોક્ટરોએ તાત્કાલિક 4 ઇન્જેક્શનનો ડોઝ લગાવી દીધો હતો.ઇન્જેક્શન લગાવતા જ યુવાનની હાલત સારી થઇ ગઈ હતી.ત્રણ દિવસ બાદ તે યુવાનની તબિયત ઠીક થઇ ગઈ અને તે ધીમા અવાજે બોલવા પણ લાગ્યો હતો.

લોકોના નજરમાં આ યુવાન ફરી ઉઠવોએ ચમત્કારથી ઓછું નથી, માતાના રડવાના અવાજે પુત્રની જિંદગી બચાવી લીધી હતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks