હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
vadtal Brahmaswarup Swami Statement : છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના ઘણા સંતો ચર્ચામાં જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને આમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત વડતાલના બ્રહ્મસ્વરૂપ સ્વામીનું નામ ઘણુ જ ચર્ચામાં છે. બ્રહ્મસ્વરૂપ સ્વામી થોડા સમય પહેલા જ ખોડિયાર માતાને લઇને આપેલા કોન્ટ્રોવર્સિયલ નિવેદન બાદ હવે તેમણે એવું નિવેદન આપ્યુ છે જેને કારણે તેમની સામે કાર્યવાહી કરવાની પ્રજાપતિ સમાજે માંગ કરી છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામી ફરી વિવાદોમાં
ભક્ત ગોરા કુંભાર અને તેમની પત્ની વિશે અભદ્ર ટીપ્પણી કરવાનો તેમના પર આરોપ લાગ્યો છે. જેને લઇને પ્રજાપતિ સમાજ દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યુ હતુ અને સ્વામી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. ખોડિયાર માતાને લઇને વિવાદાસ્પદ ટિપ્પણી બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ભક્ત ગોરા કુંભાર અને તેમના પત્ની વિશે અભદ્ર ભાષામાં બફાટ કરતા પ્રજાપતિ સમાજ રોષે ભરાયો છે.
ગોરા કુંભાર પર અભદ્ર ભાષામાં બફાટ
દ્વારકાના ખંભાળિયામાં પ્રજાપતિ સમાજ દ્વારા રેલી યોજવામાં આવી હતી અને કલેક્ટરને આવેદન પત્ર આપી બ્રહ્મસ્વરૂપ સ્વામી વિરૂદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, બ્રહ્મસ્વરૂપ સ્વામીએ કહ્યું હતું કે, ‘ગોરા ભગત બહુ મોટા ભગત. તેમણે વિઠ્ઠલ વિઠ્ઠલ કરતા ગારો ખુંદતી વખતે છોકરાને ખુંદી નાખ્યો અને તેઓ તો ભગવાનની ભક્તીમાં લીન હતા.
પ્રજાપતિ સમાજ રોષે ભરાયો
બ્રહ્મસ્વરૂપ સ્વામીએ બફાટ કરતા આગળ કહ્યુ- તેમણે ગારો ખુંદતા ખુંદતા પોતાના છોકરાને ખુંદી નાખ્યો હતો. જ્યારે તેમની પત્નીએ આવીને કહ્યું કે તમે આ શું કર્યું. મારા છોકરાને મારી નાખ્યો. તું ભગત છો કે કેવો છો કહીને ગોરા ભગતને ઘણી ગાળો આપી. પછી ભગત ગોરા કુંભારે સોગંધ ખાઈ લીધા, જે બાદ પતિ-પત્નીના સંબંધ બંધ થઈ ગયા હતા.’
કલેક્ટરને આવેદન આપી કડડ કાર્યવાહીની માગ કરાઇ
ત્યારે હવે ગોરા કુંભારના ઈતિહાસને નિમ્નકક્ષાની ભાષામાં શબ્દો પ્રયોગ કરી બ્રહ્મસ્વરૂપ સ્વામીએ રજૂ કરતા પ્રજાપતિ સમાજમાં રોષ ફેલાયો છે અને તેમના વિરૂદ્ધ કાર્યવાહીની માગ પણ ઉઠી છે.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં