સાઉથ ઇન્ડસ્ટ્રીના સૌથી ફેમસ કોમેડિયન એટલે કે બ્રહ્માનંદમ સુપરસ્ટાર કરતા પણ વધુ ચાર્જ કરે છે ફી, જાણો કેટલીક દિલચસ્પ વાતો

એક સમયે ટીચર હતા, હવે 1000 કરતા વધુ ફિલ્મોમાં કરેલું છે કામ…એક ફિલ્મની કમાણી જાણીને હોંશ ઉડી જશે

સાઉથની ફિલ્મમાં જો કોઈ સૌથી વધારે ઓળખીતો ચહેરો હોય તો તે છે કોમેડિયન બ્રહ્માનંદમ. અભિનેતા બ્રહ્માનંદમ 66 વર્ષના થઇ ગયા છે. તેમનો જન્મ 1 ફેબ્રુઆરી 1956માં આંધ્રપ્રદેશના સાટેનાપલ્લી જિલ્લાના મુપલ્લાં ગામમાં થયો હતો. સાઉથ ઇન્ડસ્ટ્રીમાં બ્રહ્માનંદમ એકમાત્ર એવા સ્ટાર્સ છે જેમણે નોર્થ ઇન્ડિયાના દર્શકો પણ તેટલા જ પસંદ કરે છે જેટલા સાઉથ ઇન્ડિયાના.

એટલું જ નહિ સાઉથની દરેક બીજી ફિલ્મમાં નજર આવવા વાળા કોમેડિયન ટોલિવૂડ સુપરસ્ટાર કરતા પણ વધારે ફીસ વસુલ કરે છે. જોકે ઘણા ઓછા લોકો જાણે છે કે આજે કરોડોની પ્રોપર્ટીના માલિક બ્રહ્માનંદમનું બાળપણ ખુબ જ ગરીબીમાં રહ્યું હતું. તેમના પરિવારને એક-એક રોટલી માટે ખુબ મહેનત કરવી પડતી હતી.

બ્રહ્માનંદમના પરિવારની આર્થિક હાલત સારી હતી નહિ એટલે તેમના પરિવારમાં ખાલી બ્રહ્માનંદમ જ એક એવા વ્યક્તિ હતા જેમણે MA સુધી ભણેલા હતા. પરંતુ તેમની કિસ્મત એ વખતે ખુલી જયારે તેલુગુના નિર્દેશકે તેમણે ફિલ્મમાં કામ આપ્યું. આ વાત ઘણા ઓછા લોકો જાણે છે કે બ્રહ્માનંદમે 1000 કરતા વધુ ફિલ્મોમાં કામ કરેલું છે.

બ્રહ્માનંદમ પહેલા સ્કૂલમાં શિક્ષક હતા પરંતુ અભિનયમાં રુચિ હોવાના કારણે તેમણે શિક્ષકની નોકરી છોડી દીધી. 1985માં બ્રહ્માનંદમે ફિલ્મોમાં કામ કરવાનું શરુ કરી દીધું હતું. બ્રહ્માનંદમ ભલે કોમેડિયન હોય પરંતુ તેમની ફી કોઈ સુપરસ્ટારથી ઓછી હતી નહિ. છેલ્લા ઘણા વર્ષોથી બ્રહ્માનંદમ સાઉથ ઇન્ડિયાના સૌથી વધારે કમાણી કરવા વાળા સેલેબ્સની લિસ્ટમાં બનેલા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર બ્રહ્માનંદમની કુલ નેટવર્થ લગભગ 320 કરોડ રૂપિયા છે. બ્રહ્માનંદમની પાસે ઓડી R8, ઓડી Q7, મર્સીડીઝ બેન્ઝ જેવી લકઝરી ગાડીઓ પણ છે. આના સિવાય બ્રહ્માનંદમ પાસે કરોડો રૂપિયાની એગ્રિકલચર વાળી જમીન પણ છે.

આના સિવાય બ્રહ્માનંદમ પાસે હૈદરાબાદના પોશ ઇલાકામાં જુબલી હિલ્સ પર આલીશાન બગલો પણ છે. 2009માં બ્રહ્માનંદમને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવેલ છે. અત્યાર સુધી બ્રહ્માનંદમે 1000થી વધુ ફિલ્મો કરી ચુક્યા છે અને તેના કારણે તેમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ શામેલ છે.

Patel Meet