ખબર ફિલ્મી દુનિયા

હોલિવૂડ અભિનેતા બ્રૅડ પિટે NASAના એસ્ટ્રોનોટને અંતરિક્ષમાં લાગવ્યો ફોન, પૂછ્યું – શું દેખાયું વિક્રમ લેન્ડર?

NASAએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એસ્ટ્રોનોટ નિક હેગ અને હોલીવુડ અભિનેતા બ્રૅડ પિટનો ફોન કોલ લાઈવ બતાવ્યો. બ્રૅડ પિટ અને નિક હેગે 20 મિનિટથી વધુ લાંબા કોલ પર ઘણી વાતો કરી. આ દરમિયાન, બ્રૅડએ નિકને વિક્રમ લેન્ડર વિશે પણ પૂછ્યું. આનો જવાબ આપતા અંતરિક્ષયાત્રીએ કહ્યું કે “દુર્ભાગ્યથી નહીં”.

Image Source

જણાવી દઈએ કે, અભિનેતા બ્રૅડ પિટ તેની આગામી ફિલ્મ “Ad Astra” ના પ્રમોશન માટે ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર આવ્યા હતા. આ ફિલ્મમાં, બ્રૅડ પિટ એસ્ટ્રોનોટની ભૂમિકા નિભાવી રહયા છે, જેમને સૌર મંડળ પર ખતરનાક મિશન માટે મોકલવામાં આવે છે. જણાવી દઈએ કે, આ કોલ નાસા ટીવી પર પણ 20 મિનિટ લાંબો કોલ ટેલિકાસ્ટ કરાયો હતો.

આ કોલ દરમિયાન, ચંદ્રયાન-2 દરમિયાન ચંદ્ર પર મોકલવામાં આવેલા વિક્રમ લેન્ડર સિવાય, નિક હેગ સાથે એસ્ટ્રોનોટના જીવન વિશે પણ બીજી ઘણી વાતો કરી.

જણાવી દઇએ કે, 7 સપ્ટેમ્બરના રોજ ‘સોફ્ટ લેન્ડિંગ’ના પ્રયાસની અંતિમ ક્ષણોમાં ‘વિક્રમ’ નો ઇસરોના કંટ્રોલ રૂમનો સંપર્ક તૂટી ગયો હતો. એ સમયે ‘વિક્રમ લેન્ડર’ ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિમીની ઊંચાઈ પર હતું. લેન્ડરની અંદર પ્રજ્ઞાન નામનું રોવર પણ છે. મિશન સાથે જોડાયેલા ઇસરોના અધિકારીના જણાવ્યા અનુસાર, ‘ઓર્બિટરના કેમેરાથી મોકલેલા ફોટોગ્રાફ્સ અનુસાર તેને નિયુક્ત સ્થળની ખૂબ નજીક હાર્ડ લેન્ડિંગ કર્યું હતું. લેન્ડર ત્યાં તૂટયા વિના આખું જ પડ્યું છે, પણ તે ઝુકેલી સ્થિતિમાં છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks