મહાભારત બનાવીને ઇતિહાસ રચનારા નિર્માતા BR ચોપરાનો બંગલો અધધધ કરોડમાં વેચાયો, કારણ જાણીને હેરાન રહી જશો

બોલિવુડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને નિર્દેશક બીઆર ચોપરાનો મુંબઈમાં આવેલો બંગલો વેચાઈ ગયો છે. 25,000 સ્ક્વેર ફૂટ જમીન પર બનેલો આ બંગલો જુહુ વિસ્તારમાં 1 એકર જમીનમાં ફેલાયેલો છે, જે 183 કરોડ રૂપિયામાં વેચાયો છે. અહેવાલો અનુસાર, એક રિયલ એસ્ટેટ ડેવલપરે રવિ ચોપરાની પત્ની અને બીઆર ચોપરાની વહુ રેણુ ચોપરા પાસેથી બંગલો ખરીદ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, બીઆર ચોપરાનો બંગલો કે રાહેજા કોર્પોરેશને 182.76 કરોડમાં ખરીદ્યો છે અને કંપનીએ ડીલ પછી લગભગ 11 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે. ડેવલપર્સ ત્યાં પ્રીમિયમ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ બનાવવાની યોજના બનાવી રહ્યા છે. આ ઘર સી પ્રિન્સેસ હોટલની સામે છે, જ્યાંથી બીઆર ચોપરા પોતાનો બિઝનેસ કરતા હતા.

22 એપ્રિલ 1914ના રોજ જન્મેલા બલદેવ રાજ ચોપરાની ફિલ્મોમાં રસ એક ફિલ્મ પત્રકાર તરીકે શરૂ થયો હતો. ભાગલા પછી તેઓ દિલ્હી અને પછી મુંબઈ ગયા. તેમણે સિને હેરાલ્ડ જર્નલ માટે ફિલ્મ સમીક્ષાઓ લખીને તેમની કારકિર્દીની શરૂઆત કરી. 1949માં તેમણે પોતાની પહેલી ફિલ્મ ‘કારવાટ’ બનાવી, જે ફ્લોપ રહી. 1951માં તેણે ફિલ્મ ‘અફસાના’ના નિર્માતા અને દિગ્દર્શક તરીકે ફરીથી પોતાનું નસીબ અજમાવ્યું જે બોક્સ ઓફિસ પર મેગા હિટ બની.

1955માં તેમણે પોતાનું પ્રોડક્શન હાઉસ બીઆર ફિલ્મ્સ સ્થાપ્યું. આ પ્રોડક્શન હાઉસ માટે તેમની પ્રથમ ફિલ્મ ‘નયા દૌર’ ખૂબ સફળ રહી હતી. 2008માં તેમનું અવસાન થયું. તમને જણાવી દઈએ કે બીઆર ચોપરાએ જ ટીવી શો ‘મહાભારત’ બનાવ્યો હતો, જે ઘણો ફેમસ થયો હતો.

એવું કહેવાય છે કે ફ્લોપ ફિલ્મોને કારણે તેમનું પ્રોડક્શન હાઉસ ખોટમાં ગયું હતું. વર્ષ 2013માં તેમના પુત્રએ આ મિલકત કેટલાક લેણદારો પાસેથી પાછી મેળવી હતી. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે જે વિસ્તારમાં બીઆર ચોપરાનો બંગલો છે ત્યાંની જમીનનો દર 60,000થી 65,000 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ છે.

Niraj Patel