યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા 2019નું પરિણામ જાહેર થયા બાદ સંઘર્ષ અને સફળતાની વાર્તાઓ સામે આવી રહી છે. જે યુવા પેઢી માટે ઘણી જ પ્રેરણા દાયક છે. આવી જ એક સફળતાની વાર્તા રાજસ્થાનના અરવિંદ કુમાર મીણાની છે. બીપીએલ પરિવારનો આ દીકરો પહેલા સહાયક કમાન્ડર બન્યો અને હવે આઈએએસ બનીને સફળ થયો છે.

અરવિંદની આ સફળતા એટલા માટે પણ ખાસ ગણવામાં આવે છે કે તેનું બાળપણ ખુબ જ ગરીબીમાં વીત્યું છે. નાની ઉંમરમાં જ માથા ઉપરથી પિતાની છાયા ઉઠી ગઈ. ત્યારબાદ માતાએ મજૂરી કરીને દીકરાને ભણાવ્યો અને એ કાબિલ બનાવ્યો કે દીકરો આજે આઈએએસ બની ગયો છે.

અરવિંદ કુમારે યુપીએસસી પરીક્ષાની અંદર 676મી રેન્ક અને એસટી વર્ગમાં 12મી રેન્ક મેળવી છે. તે રાજસ્થાનના દૌસા જિલ્લાના સિકરાય ઉપખંડના નાહરખોહર ગામનો રહેવાસી છે. તે જયારે 12 વર્ષો હતો ત્યારે જ તેના પિતાનું દેહાંત થઇ ગયું હતું. ત્યારબાદ આખા પરિવારની જવાબદારી તેની માતાના ખભે આવી ગઈ હતી.
મીડિયા રિપોર્ટ પ્રમાણે તેનો પરિવાર ગરીબીના કારણે બીપીએલ શ્રેણીમાં સામેલ થયો હતો. ત્યારબાદ અરવિંદની મા સજ્જન દેવીએ મજૂરી કરવાની શરૂ કરી હતી. તેમનો પરિવાર માટીથી બનેલા કાચા ઘરની અંદર રહેતો હતો. તેમાં રહીને જ અરવિંદે પોતાની સ્કૂલ અને કોલેજનો અભ્યાસ કર્યો હતો. ગરીબીના કારણે જયારે તેને અભ્યાસ છોડવાનું મન થયું ત્યારે તેની માતાએ હિંમત આપવી હતી.

આઈએએસ પહેલા અરવિંદની પસંદગી સશસ્ત્ર સીમા બળમાં સહાયક કમાન્ડેટના પદ ઉપર થઇ હતી. પરંતુ અરવિંદ અને તેની માતા સજ્જન દેવીનું સપનું હતું કે તે આઈએએસ બને. જેના કારણે અરવિંદે સરકારી નોકરી મળ્યા બાદ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરવાની ચાલી રાખી. 4 ઓગસ્ટ 2020ના રોજ પરીક્ષાનું પરિણામ જાહેર થયું અને અરવિંદનું આઈએએસ બનવાનું સપનું પૂરું થયું.

દૌસા જિલ્લાની અંદરથી જ બે સગી બહેનોનું પણ ભારતીય પ્રશાસનિક સેવામાં પસંદગી થઇ છે. દૌસા જિલ્લાના સિકરાય ઉપખન્ડના ખેડી રામલા ગામની અનામિકા ને 116 અને તેની બહેન અંજલિને 494 રેન્ક મળી છે. ખાસ વાત એ છે કે આ બંને છોકરીઓના પિતા રમેશ ચન્દ્ર મીણા પણ આઈએએસ છે અને તે હાલમાં તામિલનાડુમાં ફરજ ઉપર છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.