આવા લોકોનું શું કરવું ? મેટ્રોમાં બિકીની અને હસ્તમૈથુન બાદ હવે આ યુવકોએ કર્યું એવું કામ કે જોઈને તમને પણ ગુસ્સો આવશે, જુઓ વીડિયો
Boys Stopping Metro Door From Closing : સોશિયલ મીડિયામાં મેટ્રોના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં મોટાભાગના વીડિયો દિલ્લી મેટ્રોના હોય છે. દિલ્હી મેટ્રોની અંદર ઘણા લોકો એવી અજીબો ગરીબ હરકતો કરતા હોય છે જેને જોઈને લોકોને પણ ગુસ્સો આવી જાય. કોઈ છોકરી બિકીની પહેરીને આવે છે તો કોઈ હસ્તમૈથુન કરે છે.
આ વખતે દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરી રહેલા કેટલાક છોકરાઓએ એવું કારનામું કર્યું કે તેને જોઈને લોકો ગુસ્સે થઈ ગયા. વાસ્તવમાં, મોજ-મસ્તી દરમિયાન આ છોકરાઓએ મેટ્રો કોચનો દરવાજો બંધ ન થવા દીધો. આ કરતી વખતે તે જોરથી હસી રહ્યા હતા. જાણે કે તેમને ખબર ન હોય કે તેઓ આ ખોટું કરી રહ્યા છે.
આપણે જાણીએ છીએ કે મેટ્રોના દરવાજા આપોઆપ બંધ થઈ જાય છે. આ એટલા માટે છે કે જો કોઈ આકસ્મિક રીતે વચ્ચે આવે છે, તો તે ખુલે છે અને કોઈ અકસ્માત ન થાય. આ વીડિયો 20 સેકન્ડનો છે. આમાં આપણે દિલ્હી મેટ્રોના કોચમાં છોકરાઓનું એક જૂથ મસ્તી કરતા જોઈ શકીએ છીએ.
કરોલ બાગ સ્ટેશન પર મેટ્રો રેલ ઊભી છે. જેમ જેમ તેના દરવાજા બંધ થવા લાગે છે, ત્યારે જ બે છોકરાઓ તેમના પગ તેની વચ્ચે મૂકે છે અને દરવાજા ખુલી જાય છે. તેઓ આ બે કે ત્રણ વખત આવું કરે છે. જ્યારે અન્ય છોકરાઓ માત્ર..હી..હી.. હસતા જોવા મળે છે. એક છોકરો એમ પણ કહે છે કે આવું ના કરો દોસ્ત… પરંતુ તેઓ માનતા નથી અને હસીને આ મૂર્ખતા ચલાવે છે.
Ase logo ki wajhse metro (@OfficialDMRC) late hoti hai🤦 pic.twitter.com/l7nopyU6UK
— Aman (@imb0yaman) June 8, 2023
આ વીડિયો 29 માર્ચે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ ‘અંશ’ (gupta_ansh172) દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ હેન્ડલ વીડિયોમાં દેખાતા છોકરાનું લાગે છે. આ વીડિયો ટ્વિટર યુઝર અમન (@imb0yaman) દ્વારા 8 જૂને પોસ્ટ કરવામાં આવ્યો અને DMRCને ટેગ કરીને લખ્યું હતું કે- આવા લોકોના કારણે મેટ્રો મોડી પડે છે. આ ક્લિપને અત્યાર સુધી હજારો લોકો જોઈ ચુક્યા છે અને કોમેન્ટમાં પોતાનો ગુસ્સો પણ ઠાલવી રહ્યા છે.