ચાલુ મેટ્રોમાં સફર દરમિયાન બે છોકરાઓએ કર્યું એવું કામ કે બધા જ પેસેન્જરના દિલ જીતી લીધા, વીડિયો જોઈને તમે પણ ખુશ થઇ જશો… જુઓ

આ બે છોકરાઓએ પોતાની કલાથી મેટ્રોના પસેન્જરને ઝુમતા કરી દીધા…વીડિયો જોઈને તમે પણ ફેન બની જશો…જુઓ

આપણા દેશમાં લાખો લોકો એવા હોય છે જેમને રોજ પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા મુસાફરી કરવી પડતી હોય છે. ઘણા લોકોને તો કેટલાય કલાકોની પણ મુસાફરી થાય છે. ત્યારે ઘણા લોકો ગ્રુપ પણ બનાવી લે છે અને બસ કે ટ્રેનની મુસાફરી દરમિયાન સમય પસાર કરવા માટે કેટલીક રમતો અને સંગીતનો સહારો પણ લેતા હોય છે.

તો ઘણીવાર તમે ટ્રેનમાં પણ કેટલાક લોકોને પોતાની પ્રતિભા બતાવતા જોયા હશે. હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં બે લોકો મેટ્રો ટ્રેનની મુસાફરી દરમિયાન એવું કામ કરે છે જેનાથી મેટ્રોમાં બેઠેલા તમામ પેસેન્જર પ્રભાવિત થઇ જાય છે અને ખુશીથી ઝૂમી ઉઠે છે.

આ છોકરાઓએ ચાલતી મેટ્રોમાં મુસાફરો વચ્ચે ગિટાર પર એવા અદ્ભુત ગીતો ગાયા કે તેમના અવાજે લોકોના દિલ જીતી લીધા. આ જ કારણ છે કે તેનો વીડિયો આડેધડ શેર કરવામાં આવી રહ્યો છે. આ 3 મિનિટની ક્લિપમાં આપણે જોઈ શકીએ છીએ કે સીટ પર એક યુવક ગિટાર વગાડી રહ્યો છે જ્યારે બીજો મુસાફરોની વચ્ચે ઊભો છે અને આતિફ અસલમથી લઈને શાહરૂખ ખાન સુધીના ગીતો સુંદર રીતે રજૂ કરી રહ્યો છે.

ગિટારની મેલોડી અને તેના જાદુઈ અવાજે મૂડ સેટ કરી દીધો અને પેસેન્જર પણ ખુશ થઇ ગયા. આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે જેને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે. આ ઉપરાંત ઘણા લોકો આ વીડિયોમાં કોમેન્ટ કરીને પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે અને યુવકના અવાજના વખાણ પણ કરી રહ્યા છે.

Niraj Patel