ખબર

ચાઈનીઝમાં આ ચીજવસ્તુ ખાવાથી 3 વર્ષના બાળક સાથે જે થયું એ જાણીને ધ્રુજી જશો

હરિયાણાના યમુનાનગરમાં રસ્તાના કિનારે ઉભી રહેતી લારી પર ચાઉમીન સાથે સોસ ખાવાથી 3 વર્ષના બાળકના ફેફસા ફાટવાનો મામલો સામે આવ્યો છે. આ બાળકને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી અને તેને તરત જ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

જાણકારી અનુસાર, યમુનાનગરમાં રહેતો 3 વર્ષીય ઉસ્માન પિતા મંજૂર હસન સાથે લારી પર ચાઉમીન ખાવા ગયો હતો. ઉસ્માને ચાઉમીન પર સોસ નાખીને ખાવાનું શરુ કરી દીધું, અને આ પછી થોડી જ વારમાં તેની તબિયત ખરાબ થવા લાગી. ઉસ્માનને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી, જે જોઈને તેના પિતા પરેશાન થઇ ગયા. જાણકારી અનુસાર, બાળકે ચાઉમીન સાથે સોસ (એસિટિક એસિડ) વધુ લઇ લીધું હતું, જેનાથી તેના શરીરના અંદરના અંગો પર અસર પડી અને એની તબિયત ખરાબ થવા લાગી. આ બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. આ બાળકનું છેલ્લા 20 દિવસમાં ત્રણ વાર હાર્ટ બંધ થઇ ચૂક્યું છે અને તેના ફેફસા પણ ફાટી ગયા છે.

Image Source

બાળકના પિતા મંજૂરનું કહેવું છે કે તેના હાથ પર પણ થોડો સોસ પડ્યો હતો, જેનાથી તેમનો હાથ પણ બળી ગયો હતો. બીજી તરફ ડોક્ટર્સ પણ આ પ્રકારનો પહેલો કિસ્સો ગણાવી રહયા છે. સાથે જ તેઓએ સોસના કારણે આવું થયું હોવાની પુષ્ટિ નથી કરી. જણાવવામાં આવી રહ્યું છે કે ચાઉમીનનો સોસ ખાધા પછી બાળકનું શરીર બળી ગયું અને તેના ફેફસા ખરાબ થઇ ગયા. જયારે તેનો પરિવાર તેને હોસ્પિટલ લઇ ગયો ત્યારે તેનું શરીર કાળું પડી ગયું હતું. બાળકનું બ્લડપ્રેશર પણ ખતમ થઇ ગયું હતું.

ડોક્ટર્સે જણાવ્યું કે જયારે બાળકને હોસ્પિટલ લવાયો ત્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. એક્સરેમાં તેના બંને ફેફસા ફાટેલા મળ્યા. બાળકના પિતાનો આરોપ છે કે તેમના દીકરાએ ચાઉમીનમાં નંખાતો સોસ વધુ પડતો ખાઈ લેવાથી આ ઘટના ઘટી છે. બાળકને પહેલા એક નજીકના ડોકટર પાસે લઇ જવાયો હતો, જ્યા કોઈ વાત ન બનતા તેને ગાબા હોસ્પિટલ લઇ ગયા, જ્યાના ડોકટરે તેની તપાસ કરી, ત્યારે તેનું શરીર કાળું પડી ગયું હતું. બાળકનું બ્લડપ્રેશર પણ ખતમ થઇ ગયું હતું. એ ધીરે ધીરે શ્વાસ લઇ રહ્યો હતો. ડોકટરે એક્સરે કરાવ્યો ત્યારે જાણવા મળ્યું કે આવી હાલત એસિડને કારણે થઇ છે. તેના અંદરના અંગો પણ ડેમેજ થઇ ચુક્યા છે. એ પછી સારવાર શરુ થઇ.

Image Source

ડોક્ટરોએ જણાવ્યું કે બાળકનું ઓપરેશન કરીને ચેસ્ટ ટ્યુબ નાખવામાં આવી છે. ત્યારે સારવાર દરમ્યાન 3 વાર બાળકનું હૃદય કામ કરતુ બંધ થઇ ગયું જેને ઘણી મુશ્કેલીઓ બાદ પાછું ધબકતું કરવામાં આવ્યું, આ દરમ્યાન બાળક 16 દિવસો સુધી વેન્ટિલેટર પર રહ્યું. ધીરે ધીરે તેની હાલતમાં સુધાર આવ્યો છે. ડોકટરોએ ઘણી મુશ્કેલીઓ પછી બાળકનો જીવ બચાવ્યો છે.

વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, સ્વાદ વધારવા માટે સોસમાં એસિટિક એસિડ મિક્સ કરવામાં આવે છે. આવા સોસ સ્વાસ્થ્ય માટે ઘણા હાનિકારક હોય છે. ચાટ અને ચાઉમીનના વિક્રેતા પણ એસિડનો ઉપયોગ કરે છે. ત્યારે પાણીપુરીના પાણીમાં પણ આ એસિડ મિક્સ કરવામાં આવે છે. આવું ખાવાનું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે.