આ રાશિઓના છોકરા-છોકરીની જોડી કહેવાય છે બેસ્ટ, જાણો તમારી રાશિ માટે કોણ રહેશે બેસ્ટ પાર્ટનર

આ રાશિના લાઈફ પાર્ટનર મળી જાય તો જિંદગી બની જાય છે જન્નત

જ્યોતિષ શાસ્ત્રમાં લોકોના જીવન અને આવનારા સમય તમારા જીવનમાં કેવી ઘટનાઓ બનવાની છે તેની જાણકારી મળે છે. આનાથી વ્યક્તિના જીવનમાં રહેલા જાણ્યા અજણ્યા પાસાઓ વિશે જાણી શકાય છે. દરેક રાશિનો કોઈને કોઈ સ્વામી ગ્રહ હોય છે અને તેની અસર તે રાશિના જાતકની પર્સનાલિટી પર સ્પષ્ટ જોવા મળે છે. ગ્રહોની વચ્ચે મિત્રતા અને શત્રૂતાનો ભાવ જોવા મળે છે. જેના કારણે રાશિઓ વચ્ચે અણબનાવ જોવા મળે છે. તેથી લગ્ન માટે પણ રાશિઓ વચ્ચે કમ્પેટિબિલિટી તપાસી લેવી જરૂરી છે. જો લાઈફ પાર્ટનર્સની રાશિ કે ગ્રહોની વચ્ચે શત્રુતાનો ભાવ હશે તો જાતકોની વચ્ચે પણ અણબનાવ રહેશે.

રાશિથી જાણો તમારા માટે કોણ રહેશે બેસ્ટ પાર્ટનર
કુંડળી મળવાની સાથે સાથે રાશિઓ દ્વારા પણ જાણી શકાય છે કે, લગ્ન કે લવ અફેરમાં રહેલા જાતકો વચ્ચે કેવો સંબંધ રહેશે અથવા કઈ રાશિના જાતક તમારા માટે બેસ્ટ પાર્ટનર સાબિત થશે.

મેષ: મેષ રાશિના લોકો માટે મિથુન અને તુલા રાશિના લોકો બેસ્ટ લાઈફ પાર્ટનર સાબિત થઈ શકે છે.

વૃષભ: વૃષભ રાશિના જાતકો માટે મકર અને વૃશ્ચિક રાશિના જાતકો સારા લાઈફ પાર્ટનર સાબિત થાય છે.

મિથુન: મિથુન રાશિના જાતકો માટે વૃષિક અને સિંહ રાશિના જાતકો બેસ્ટ લાઈફ પાર્ટનર સાબિત થઈ શકે છે.

કર્ક: કર્ક રાશિના જાતકો માટે મેષ,ધન અને સિંહ રાશિના જાતકો બેસ્ટ લાઈફ પાર્ટનર સાબિત થઈ શકે છે.

સિંહ: સિંહ રાશિના જાતકો માટે ધન રાશિના જાતકો બેસ્ટ લાઈફ પાર્ટનર સાબિત થઈ શકે છે. આ ઉપરાંત કર્ક,મેષ,વૃશ્ચિક અને મીન રાશિના પાર્ટનર પણ સારા સાબિત થાય છે.

કન્યા: કન્યા રાશિના જાતકો માટે મકર કે વૃશ્ચિક રાશિના જાતકો બેસ્ટ લાઈફ પાર્ટનર સાબિત થઈ શકે છે.

તુલા: તુલા રાશિના જાતકો માટે કુંભ, મેષ, મિથુન,કન્યા અને મકર રાશિના જાતકો બેસ્ટ લાઈફ પાર્ટનર સાબિત થઈ શકે છે.

વૃશ્ચિક: વૃશ્ચિક રાશિના જાતકો માટે વૃષભ, ધન, કર્ક અને મીન રાશિના જાતકો બેસ્ટ લાઈફ પાર્ટનર સાબિત થઈ શકે છે.

ધન: ધન રાશિવાળા લોકોએ લાઈફ પાર્ટનર પસંદ કરતા સમયે સિંહ અને મેષ રાશિના લોકોને પ્રાથમિકતા દેવી જોઈએ.

મકર: મકર રાશિના લોકો માટે વૃશ્ચિકવાળા સારા પાર્ટનર સાબિત થશે. આ ઉપરાંત વૃષભ, કર્ક અને મિથુન અને તુલા રાશિના જાતકો સાથે પણ સારુ બોડિંગ રહેશે.

કુંભ: કુંભ રાશિના જાતકો માટે વૃષભ અને સિંહ રાશિના જાતકો બેસ્ટ લાઈફ પાર્ટનર સાબિત થઈ શકે છે.

મીન: મીન રાશિના જાતકો માટે કર્ક,મેષ અને વૃશ્ચિક રાશિવાળા લોકો સારા પાર્ટનર સાબિત થશે.

YC