ચાલુ બાઈકમાં ગર્લફ્રેન્ડને આગળ ટાંકી ઉપર બેસાડીને ઇલુ ઇલુ કરવું આ ભાઈને પડી ગયું ભારે, થઇ એવી હાલત કે જુઓ વીડિયોમાં

આજે જમાનો ખુબ જ બદલાઈ ગયો છે અને આજના યુવાનોને કોઈ વાતની શરમ નડતી નથી, ઘણીવાર જાહેર જગ્યામાં જઈએ ત્યારે કેટલાક યુગલોને ખુલ્લેઆમ રોમાન્સ કરતા જોઈને આપણે પણ શરમાઈ જઈએ. પરંતુ એ લોકોને કોઈ ફર્ક નથી પડતો, ઘણા લોકો તો ચાલુ વાહનમાં પણ રોમાન્સ કરતા હોય છે, હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક કપલ બાઈક ઉપર રોમાન્સ કરતું જોવા મળી રહ્યું છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે હાઈસ્પીડ બાઇક પર સવાર યુવક અને યુવતી ક્યાંક જઈ રહ્યાં છે. છોકરી બાઇકની પાછળ બેઠી છે, પરંતુ અચાનક તે બાઇક પર ઉભી રહે છે અને છોકરાની ઉપરથી પસાર થતી તેની સામે બાઇકની ટાંકી પર આવીને બેસી જાય છે. છોકરીને બાઇકની ટાંકી પર બેસાડીને છોકરો સ્ટન્ટ કરતો જોવા મળી રહ્યો છે. પરંતુ કહાનીમાં ટ્વીસ્ટ હવે આવે છે.

છોકરાના કહેવા પર છોકરી કૂદીને તરત જ ટાંકી પર બેસી જાય છે, અને પછી છોકરો ફૂલ સ્પીડમાં બાઇકને ભગાડે છે. થોડે દૂર ગયા પછી, એક પોલીસકર્મી તેમને રોકે છે. છોકરીને બાઈકની ટાંકી ઉપર બેસાડીને છોકરાને સ્ટન્ટ કરવો ભારે પડી ગયો. પોલીસે તેમને પકડી અને બાઈકની ચાવી કાઢી લીધી.

એટલું જ નહિ પોલીસે તેમનો કલાસ પણ લીધો અને પછી ચલણ પણ કાપ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ વીડિયોને જોઈને અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે, ઘણા લોકો કોમેન્ટ કરીને એમ પણ કહી રહ્યા છે કે “આ ગયા સ્વાદ”. આ વીડિયોને હજારો લોકોએ જોયો છે. જો કે આ વીડિયો મનોરંજન માટે બનાવ્યો છે કે હકીકત છે તેની પુષ્ટિ ગુજ્જુરોક્સ નથી કરતું.

Niraj Patel