જ્યારે ફોટો ક્લિક કરવામાં મશગુલ હતી છોકરી ત્યારે જ બોયફ્રેન્ડ આવ્યો પ્રપોઝ કરવા, ક્યુટ રિએક્શન પર હારી બેસશો દિલ

ફોટો પડાવવામાં વ્યસ્ત હતી છોકરી, પાછળથી પ્રપોઝ કરવા આવ્યો બોયફ્રેન્ડ તો થઇ ગઇ શોક, ક્યુટ વીડિયો થયો વાયરલ

Propsal Viral Video: છોકરીઓને પ્રપોઝ કરવા માટે છોકરાઓને ઘણા પાપડ વણવા પડે છે અને કેમ ના વણવા પડે…આખરે બધી છોકરીએ એ જ ઉમ્મીદ રાખે છે કે તેનો પાર્ટનર તેને ખૂબસુરત જગ્યા પર કે યુનિક સ્ટાઇલમાં પ્રપોઝ કરે. સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો પણ વાયરલ થાય છે. ત્યારે આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક ક્લિપ સામે આવી છે, જેમાં એક છોકરો તેની ગર્લફ્રેન્ડને ફિલ્મી સ્ટાઈલમાં પ્રપોઝ કરીને ઈમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરતો જોવા મળે છે.

આ છોકરો વીંટી લઈને હીરોની જેમ ઘૂંટણિયે બેસી ગયો, છતાં છોકરીએ તેના પર ધ્યાન ન આપ્યું. આ વીડિયોને ટ્વિટર પર @TheFigen_નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ પેજ પર અનેક પ્રકારની ફની અને યુનિક ક્લિપ્સ જોવા મળે છે. માત્ર 57 સેકન્ડનો આ પ્રપોઝલ વીડિયો ઘણો જોવામાં આવી રહ્યો છે. જેમાં બ્લેક સૂટ પહેરેલો એક સ્માર્ટ છોકરો ઘૂંટણિયે બેઠેલો જોવા મળી રહ્યો છે. તેણે પોતાના હાથમાં રિંગ બોક્સ પણ પકડ્યું છે.

પરંતુ જે છોકરીને તે આ વીંટી પહેરાવવા માંગે છે, તેનું ધ્યાન બીજે ક્યાંક છે. છોકરાની ગર્લફ્રેન્ડ ફોટો લેવામાં વ્યસ્ત હોય છે, આ દરમિયાન છોકરો પાછળ એક ઘૂંટણિયે બેસી જાય છે. થોડી ક્ષણ વીતી ગયા પછી પણ છોકરી પાછળ નથી ફરતી અને આગળ જાય છે. છોકરો પણ છોકરી પાછળ પાછળ આગળ જતો રહે છે અને ફરી ઘૂંટણ પર બેસી જાય છે.

જો કે, જેવી જ છોકરી પાછળ ફરે છે કે તે તેના બોયફ્રેન્ડને ક્યુટ રીતે પ્રપોઝ કરતા જોઇ શોક થઇ જાય છે. છોકરી છોકરાને ગળે પણ લગાવે છે અને આ દ્રશ્ય જોઈને આસપાસ ઉભેલા લોકો તાળીઓ પાડવા લાગે છે. આ સુંદર ક્ષણને જોઈને યુઝર્સ કપલ પર પ્રેમ વરસાવી રહ્યા છે. આ વીડિયોને 76 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે યુઝર્સ વિવિધ રીતે કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Shah Jina