પ્રેમિકાને પહેલા પીવડાવ્યું બરાબરનું બિયર, પછી લોખંડના સળિયાથી કર્યો વાર, હજુ પણ સંતોષ ના થયો… ધ્રુજાવી દેનારી ઘટના

બરાબર પીવડાવ્યું બિયર, પછી લોખંડની રોડથી વાર.. છેલ્લા શ્વાસ સુધી…કારણ જાણીને ફફડી ઉઠશો

દેશભરમાં હત્યાના ઘણા બનાવો સામે આવતા રહે છે, ત્યારે ઘણા લોકો અનાગત અદાવતમાં કે પછી અન્ય કોઈ કારણને લઈને કોઈની પણ હત્યા કરી નાખતા હોય છે. આવી હત્યાના જયારે પોલીસ દ્વારા ખુલાસા કરવામાં આવે છે, ત્યારે કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જતા હોય છે. હાલ આવી જ એક હત્યાનો મામલો સામે આવ્યો છે જેને જાણીને કોઈનું પણ કાળજું કંપી ઉઠે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લામાં 20 સપ્ટેમ્બરના રોજ એમ મર્ડર કેસનો ખુલસો કર્યો હતો. ખુલાસો એ થયો હતો કે ટ્રકની કેબિનમાં બેસીને નફીસે મનપ્રિતને બહુ જ બધી બિયર પીવડાવી. પછી નશાની હાલતમાં તેના ઉપર લોખંડની રોડથી હુમલો કર્યો અને બાદમાં લાત મારીને નીચે ફેંકી દીધી.

હજુ આટલાથી પણ તે ધરાયો નહોતો તો મનપ્રિતના છેલ્લા શ્વાસ સુધી તેને ટ્રકની નીચે કચડીને મારી નાખી. પોલીસે તેના બાદ નફીસાની ધરપકડ કરી અને આ સમગ્ર હત્યાકાંડનો ખુલાસો કરી દીધો. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો જેના બાદ તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.

પોલીસને નેશનલ હાઇવે 74 ઉપર અફઝલગઢ વિસ્તારના જિકરી વાલા ગામ પાસે એક મહિલાનું શબ ક્ષત વિક્ષત હાલતમાં મળ્યું હતું. શબની ઓળખ ભીમકપુરી પોલીસ સ્ટેશનના બાજપુર જિલ્લા ઉધમ સિંહ નગર ઉત્તરાખંડ નિવાસી સુખબીર સિંહની પત્ની મનપ્રિત કૌરના રૂપમાં કરવામાં આવી હતી.

મનપ્રિતના પતિએ નફીસ વિરુદ્ધ પોલીસમાં નામજોગ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નફીસની ધરપકડ કરી લીધી. જેની નિશાનદેહી ઉપર મહિલાનું આધારકાર્ડ અને મોબાઈલ ફોન સમેત હત્યા માટે ઉપયોગમાં લેવામાં આવેલી લોખંડની રોડ અને ટ્રક પણ મેળવી લીધા. પુછપરછમાં આરોપીએ જણાવ્યું કે મનપ્રિત સાથે તેનો પ્રેમ સંબંધ હતો. તે તેની સાથે રહેવાની જીદ્દ કરી રહી હતી. સાથે ના રાખવા ઉપર ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી.

આ સંબંધથી કંટાળીને નફીસે પીછો છોડાવવા માટે યોજના બનાવી. તે મનપ્રિતને કાશીપુર મુકવાના બહાને ટ્રકમાં લઇ ગયો. બંને હોટલમાં જમ્યા અને પછી ટ્રકના કેબિનમાં બેસીને બંનેએ ખુબ જ બિયર પીધી. નશાની હાલતમાં જ બંને વચ્ચે ઝઘડો પણ થઇ ગયો અને આ દરમિયાન લોખંડ તેને લોખંડની રોડથી મનપ્રિત ઉપર હુમલો કરી દીધો, બાદમાં લાત મારીને નીચે ફેંકી દીધી. હત્યાને રોડ દુર્ઘટનાનું રૂપ આપવા માટે વારંવાર શબને ટ્રક નીચે કચડ્યું.

Niraj Patel