જો તમારી ગર્લફ્રેન્ડ હોય ખુબ જ દેખાવડી તો આ નુકશાન તમારે પણ ભોગવવા તૈયાર રહેવું પડશે, વીડિયો જોઈને આવી જશે વિશ્વાસ, જુઓ

આજે સોશિયલ મીડિયમાં ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર ઘણી એવી એવી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે જેને જોઈને હેરાન રહી જવાય. આજે લોકો સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેવા માટે અવનવું કન્ટેન્ટ ક્રિએટ કરતા હોય છે, ઘણા લોકો બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડને લઈને પણ વીડિયો બનાવતા હોય છે, ત્યારે હાલ સુંદર ગર્લફ્રેન્ડની સાઈડ ઇફેક્ટનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે જો તમારી ગર્લફ્રેન્ડ તમારા કરતા વધારે સુંદર છે તો તમારી સાથે શું થઈ શકે છે. આ વીડિયો ઘણા લોકોના પેટમાં પણ ગલીપચી કરી રહ્યો છે. આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે જ્યારે એક છોકરી ચાલીને જતી હોય છે ત્યારે એક વ્યક્તિ તેને તેનું પાર્સલ આપવા આવે છે અને કહે છે કે “મેડમ તમારું પાર્સલ” ત્યારે યુવતી કહે છે કે મારું પાર્સલ મારા ડ્રાઈવરને આપો. આના પર તે વ્યક્તિ ડ્રાઈવર તરીકે યુવતીની બાજુમાં ઉભેલા તેના બોયફ્રેન્ડને પાર્સલ આપવા લાગે છે. ત્યારે બિચારો છોકરો જોતો જ રહી જાય છે.

જેના બાદ છોકરી એક વ્યક્તિને ફોટો લેવાનું કહે છે અને તેના બોયફ્રેન્ડ સાથે ઊભી રહે છે. ફોટોગ્રાફર ગુસ્સામાં બોયફ્રેન્ડને કહેવા લાગે છે કે ભાઈ આઘો જાને, મેડમનો ફોટો લેવાનો છે. આના પર પણ બોયફ્રેન્ડ ગુસ્સે થઈ જાય છે અને બંનેમાં તુ તુ મે મે થવા લાગે છે. પરંતુ યુવતી તેના બોયફ્રેન્ડને સમજાવીને તેને ત્યાંથી લઈ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Dhiraj sanap (@dhirajjjjj_)

આટલું કર્યા પછી પણ છોકરાની પરીક્ષા પૂરી થતી નથી. આગળ બતાવવામાં આવ્યું છે કે છોકરી અને છોકરો એક બિલ્ડિંગમાં જઈ રહ્યા છે અને લેડી ગાર્ડ છોકરાને રોકે છે. ત્યારે છોકરી આવીને કહે છે કે આ મારો બોયફ્રેન્ડ છે. પરંતુ આટલું અપમાન સહન કરીને છોકરો રડવા લાગે છે.વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે જ્યારે તમારી ગર્લફ્રેન્ડ તમારા કરતા વધુ સુંદર હોય છે. સોશિયલ મીડિયામાં આ વીડિયોને લાખો લોકો લાઈક કરી રહ્યા છે અને જોઈ રહ્યા છે. તેમજ ફની રિએક્શન પણ આપી રહ્યા છે.

Niraj Patel