2400 કિલોમીટરની સફર કાપીને પોતાની પ્રેમિકાને મળવા માટે આવ્યો હતો પ્રેમી, પરંતુ જોયું એવું કે તમને પણ ગુસ્સો આવશે, જુઓ વીડીયો

ઘણા લોકો એવા હોય છે જે પોતાના પ્રેમને મેળવા માટે કંઈપણ કરી છુટતા હોય છે, હજારો કિલોમીટરનું અંતર પણ કાપતા હોય છે અને ગમે તેવી મુશ્કેલીઓનો પણ સામનો કરી લેતા હોય છે અને એટલે જ તો પ્રેમને આંધળો કહેવામાં આવે છે. પરંતુ ઘણીવાર એવું બનતું હોય છે કે કેટલાક લોકો આવા આંધળા પ્રેમનો ફાયદો પણ ઉઠાવે છે.

હાલ સોશિયલ મીડિયામાં એવો જ એક દિલ તોડનારો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક પ્રેમી હજારો કિલોમીટરનું અંતર કાપી અને તેની પ્રેમિકાને મળવા માટે જાય છે પરંતુ ત્યાં કંઈક એવું જુએ છે કે બિચારા આશિકનું દિલ તૂટી જાય છે અને ત્યાંથી પાછો વળી જાય છે. આ વાયરલ વીડિયોને જોઈને ઘણા લોકોને પ્રેમિકા ઉપર ગુસ્સો આવી રહ્યો છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક મહિલા એક દુકાનની સામે એક વ્યક્તિની બાહોમાં લપેટાઈને ઉભેલી છે. તેના દ્વારા સ્પષ્ટ સમજાઈ રહ્યું છે કે આ બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. જેવો જ વીડિયો આગળ વધે છે ત્યારે ભાલુના કપડાં પહેરેલો એક વ્યક્તિ ફ્રેમમાં આવે છે અને તેની સામે આવીને ઉભો રહી જાય છે.

ભાલુના કપડાં પહેરેલો વ્યક્તિ પોતાના કોસ્ચ્યુમમાંથી ભાલુનું મોઢું હટાવે છે અને દુકાન સામે ઉભેલા કપલ સામે જોવા લાગે છે. યુવતી ભાલુના કપડામાં યુવકને જુએ છે કે આ તો તેનો પ્રેમી છે. જેને તેને સપરપ્રાઈઝ આપવા માટે હજારો કિલોમીટરનું અંતર કાપ્યું છે. યુવતી તેને વળગીને ઉભા રહેલા વ્યક્તિને દૂર કરે છે અને તેના પ્રેમીને માનવવા માટે દોડે છે. પરંતુ તે યુવક ઉદાસ થઈને ચાલ્યો જાય છે.

Niraj Patel