રોહિત શર્મા ઉપર ટ્વીટ કરવી Swiggyને પડી ગઈ ભારે, ગ્રાહકો ઓછા થવા ઉપર હટાવી પોસ્ટ, જાણો સમગ્ર મામલો

આઇપીએલ 2021ની 14મી સિઝનનો રોમાન્સ ચરમ સીમા ઉપર છે. ગઈકાલે યોજાયેલી મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચેના રોમાંચક મુકાબલામાં મુંબઈએ કોલકત્તાને 10 રને હરાવી અને આ સીઝનમાં પોતાની પહેલી જીત દાખલ કરી લીધી છે. ત્યારે આ મેચ પહેલા ઓનલાઇન ફૂડ ડિલિવરી એપ Swiggy ચાહકોના નિશાન ઉપર આવી ગઈ.

સ્વીગીએ મેચ શરુ થતા પહેલા મુંબઈના કપ્તાન રોહિત શર્માને લઈને કોમેન્ટ કરી હતી. જે તેમને ભારે પડી ગઈ અને સોશિયલ મીડિયા ઉપર BoycottSwiggy ખુબ જ ટ્રેન્ડ થઇ રહ્યું છે.

મેચ પહેલા જ એક યુઝર્સ દ્વારા રોહિત શર્માની તસ્વીર સોશિયલ મીડિયા ઉપર એડિટ કરીને પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં રોહિત ડાઈવ લગાવીને વડાપાંવ લેતો જોવા મળી રહ્યો છે. આ તસ્વીરને રીટ્વીટ કરતા સ્વીગીએ કોમેન્ટ કરી હતી.

સ્વીગીએ કોમેન્ટમાં કહ્યું હતું કે, “નફરત કરવા વાળા કહેશે કે આ ફોટોશોપ છે.” તે લગભગ ચાહકોના ચહેરા ઉપર હાસ્ય લાવવા માંગતા હશે પરંતુ તેમનો આ દાવ ઊંધો પડી ગયો અને રોહિતના ચાહકોએ સ્વીગીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.

જેના બાદ સ્વીગીએ પોતાની આ ટ્વીટ ડીલીટ કરી દીધી હતી. ચાહકો આ ટ્વીટને લઈને એટલા નારાજ હતા કે તેમને સ્ક્રીનશોટ શેર કરવાના શરૂ કરી દીધા. ઘણા ચાહકોએ તો પોતાના ફોનમાંથી સ્વીગી એપને અનઇન્સ્ટોલ કરવાના સ્ક્રીનશોટ પણ શેર કર્યા.


ત્યારબાદ સ્વીગી દ્વારા ટ્વીટ કરીને લખવામાં આવ્યું કે, “હિટમેનના ચાહકો માટે ખાસ મસેજ. અમે મજાકિયા અંદાજમાં એક ચાહકની ટ્વીટને રીપોસ્ટ કરી હતી. અમે એ ફોટો તૈયાર નહોતો કર્યો. પરંતુ છતાં પણ અમે માનીએ છી કે અમે કેટલાક સારા શબ્દોનો ઉપયોગ કરી શકતા હતા. આનો ઈરાદો કોઈને ઠેસ પહોચવવાનો નહોતો. કહેવાની જરૂર નથી કે અમે ખુદ આ પલટનની સાથે છીએ.”

Niraj Patel