મોબાઈલ મચેડતા સાઇકલ ચલાવી રહ્યો હતો આ યુવક, આગળ ઉભી હતી વાન અને પછી થયું એવું કે.. જુઓ વીડિયોમાં

મોબાઈલ આજે જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો છે, મોટાભાગના લોકોની દિવસની શરૂઆતથી લઈને રાત્રે સુવા સુધીની સફર મોબાઈલ સાથે જ શરુ થાય છે અને પુરી પણ થાય છે. પરંતુ કેટલાક લોકોને એવી ખરાબ આદત હોય છે કે તે ડ્રાઈવિંગ કરવા દરમિયાન પણ મોબાઈલ યુસ કરે છે અને જેના ગંભીર પરિણામો પણ આવે છે.

હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થયો છે જેમાં એક યુવક સાઇકલ ચાલવતા ચાલવતા મોબાઈલમાં જોઈ રહ્યો છે અને તે મોબાઈલની અંદર એટલો મશગુલ થઇ ગયો છે કે તેને એ પણ ખબર નથી કે આગળ રસ્તા ઉપર બીજું વાહન ઉભું છે.

આ યુવક સાઇકલ લઇ અને મોબાઈલ મચેડતા મચેડતા જ રોડ ઉપર આગળ ચાલે છે અને આગળ એક વાન ઉભી હોય છે અને તેમાં જઈને અથડાય છે. સદનસીબે કે તે બચી જાય છે. વાન સાથે અથડાતા જ તે ચોંકી જાય છે અને તેને પણ ખબર નથી પડતી કે આ કેવી રીતે થયું ?

સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો કોમેન્ટ કરીને ડ્રાઈવ કરતી વખતે મોબાઈલ યુસ ના કરવો તેમ પણ જણાવી રહ્યા છે, તમે પણ જુઓ આ વાયરલ વીડિયો.

Niraj Patel