સ્ટન્ટના નામ ઉપર પુરપાટ ઝડપે દોડતી ટ્રેનમાં આ યુવાન કરી રહ્યો છે એવી હરકત કે જોઈને તમારો જીવ પણ તાળવે ચોંટી જશે

સોશિયલ મીડિયામાં સ્ટન્ટ મેન ઘણીવાર એવા એવા વીડિયો શેર કરતા હોય છે જેને જોઈને કોઈપણ દંગ રહી જાય. તેમના દ્વારા શેર કરવામાં આવેલા વીડિયો સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ જતા હોય છે. પરંતુ ઘણીવાર આવા સ્ટન્ટ જોખમ કારક પણ બને છે અને કેટલાક લોકોના જીવ પણ આવા સ્ટન્ટના કારણે જ ચાલ્યા જતા હોય છે.

હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક યુવક પુરપાટ ઝડપે દોડતી ટ્રેનમાંથી એવા એવા સ્ટન્ટ કરી રહ્યો છે જેને જોઈને કોઈનો પણ જીવ તાળવે ચોંટી જાય. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થવાની સાથે જ લોકોનો પણ ગુસ્સો ફૂટી રહ્યો છે અને આવા ખતરનાક અને જીવલેણ સ્ટન્ટ લોકોને ના કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.

સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક યુવક ટ્રેનના દરવાજા ઉપર લાગેલા હેન્ડલને પકડીને લટકી જાય છે. આ દરમિયાન તે ઘણા કરતબ પણ દેખાડે છે.  તેને જોઈને એવું લાગે કે આ ભાઈ પાસે એક કરતા વધારે લાઈફ હશે અને એટલે જ તેને મરવાનો કોઈ ડર નથી. તે પોતાના સ્ટન્ટ દરમિયાન ઘણી દિલ ધડક છલાંગ પણ લગાવે છે. જેને જોઈને એમ જ લાગે કે તેનો ગમે ત્યારે જીવ જઈ શકે છે.


આ યુવકનો સ્ટન્ટ કરવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ યુવક ટ્રેનના દરવાજા ઉપર ઉભો રહીને ચાલુ ટ્રેનમાં રસ્તામાં આવતા થાંભલાને પણ કૂદી કૂદીને ટચ કરે છે અને પાછો દરવાજા આગળ આવીને ઉભો રહી જાય છે. એટલું જ નહિ, તે ચાલુ ટ્રેન પકડીને છલાંગ પણ લગાવે છે અને દીવાલ ઉપર ચાલીને પાછો આવીને ઉભો રહી જાય છે. જેવું સ્ટેશન આવે છે તે ચાલુ ટ્રેન દરમિયાન જ પોતાના પગ જમીન ઉપર રાખી દે છે. તેની સાથે બીજા છોકરાઓ પણ આમ કરતા જોવા મળે છે.

Niraj Patel