ખાડો ખોદે એ પડે…એ કહેવત આ ભાઈબંધ સાથે સાર્થક થઇ, મિત્રને આપવા જતો હતો દગો પણ તેની સાથે જ થઇ ગયો કાંડ…જુઓ વીડિયો

આવા મિત્રો મળે તો દુશ્મનની શી જરૂર ? મિત્રના જન્મદિવસ પર બીજો મિત્રો તેની સાથે કરવાનો હતો કંઈક એવું… પણ થઇ ગઈ એક ભૂલ અને પોતે જ ફસાઈ ગયો, વાયરલ થયો વીડિયો

આપણા ગુજરાતીમાં એક કહેવત બહુ જુના સમયથી પ્રચલિત છે કે ખાડો ખોદે તે પડે. આ કહેવતનો અર્થ છે કે જે કોઈના માટે ખોટું કરવાનું વિચારે તેની સાથે જ ખોટું થાય. ત્યારે આ કહેવત ઘણી જગ્યાએ તમને સાર્થક થતી પણ જોવા મળશે. ત્યારે હાલ વાયરલ વીડિયોમાં પણ આ કહેવત હકીકતમાં બનતી જોવા મળે છે.

આપણે ત્યાં કોઈપણ વ્યક્તિનો જન્મદિવસ હોય ત્યારે કેક કાપવી એક ચલણ બની ગયું છે. વળી ઘણા મિત્રો જયારે કોઈ મિત્રનો જન્મદિવસ હોય ત્યારે કેક લાવતા હોય છે અને તેના મોઢા પર પણ લગાવતા હોય છે. તો ઘણા મિત્રના જન્મદિવસ પર તેની સાથે જબરદસ્ત મસ્તી પણ કરતા હોય છે, ત્યારે આ વીડિયોમાં પણ એવી જ જોવા મળી રહ્યું છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ તેના મિત્રના જન્મદિવસ પર કેક લઈને આવે છે અને જે મિત્રનો જન્મ દિવસ છે તે કેક કાપવા માટે આગળ વધે છે. ત્યારે જ બાજુમાં ઉભેલો તેનો મિત્ર હાથમાં ફોમ સ્પ્રે લઈને ઉભો છે, જે કેક કાપી રહેલા યુવકના મોઢા પર મારવાની તૈયારી કરી રહ્યો છે.

જેવો જ મિત્ર કેક કાપવા માટે જાય છે તે ફોમ સ્પ્રે ઊંચો કરીને મિત્ર પર છાંટવા જાય છે, પરંતુ સ્પ્રેની બોટલનું કાણું તે વ્યક્તિના મોઢા તરફ જ હોય છે જેના કારણે બોટલનું બટન પ્રેસ કરતાની સાથે જ સ્પ્રે છાંટી રહેલા યુવકના મોઢા પર સ્પ્રે ચોંટી જાય છે. ત્યારે આ વાયરલ વીડિયોને હવે લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel