લગ્ન કરવા માટે આ ભાઈએ તેના દાદીને બતાવી દિશા પટનીની એવી તસવીર કે ગુસ્સામાં લાલપીળા થઇ ગયા દાદીમા, વીડિયોમાં જુઓ કેવું હતું રિએક્શન

દાદીને લગ્ન માટે પૌત્રએ બતાવ્યો દિશા પટનીનો બોલ્ડ ફોટો, પછી દાદીએ એવા રિએક્શન આપ્યા કે જોઈને પેટ પકડી હસવા લાગશો… જુઓ વીડિયો

દરેક પરિવારમાં જો કોઈ યુવક કે યુવતી લગ્ન યોગ્ય બની જાય ત્યારે તેમના માટે સારા સંબંધો શોધવાનું પણ શરૂ થઇ જતું હોય છે. આજે તો જમાનો ખુબ જ આગળ પણ વધ્યો છે એટલે ઘણા પરિવારોમાં બાળકોને જો કોઈ ગમતું હોય તો તેમને પહેલા જ પૂછવામાં આવે છે, પરંતુ હાલ એક વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક છોકરાએ તેની દાદી સાથે એવો પ્રેન્ક કર્યો કે દાદીના રિએક્શન પણ જોવા જેવા હતા.

એક પૌત્ર મોબાઈલની અંદર દિશા પટનીનો ફોટો લઈને દાદીને બતાવવા માટે ગયો. છોકરો તેની દાદીને દિશા પટનીના બોડીસૂટનો ફોટો બતાવી રહ્યો છે. આના પર દાદી ગુસ્સે ભરાઈ જાય છે અને પૌત્રને ઠપકો આપે છે. જ્યારે પૌત્ર કહે છે કે તેની માતાએ લગ્ન માટે આ છોકરીને પસંદ કરી છે, જેના પર દાદી ગુસ્સે થાય છે!

વીડિયોમાં યુવક તેના દાદીને સતત મનાવવા માટેના પ્રયાસો પણ કરતો જોવા મળે છે, પરંતુ દાદી માનવાનું નામ જ નથી લેતા. પૌત્ર અને દાદીનો આખો વીડિયો જોઈને લોકો પેટ પકડીને હસવા માટે મજબુર બની ગયા છે. આ વીડિયો 24 ડિસેમ્બરના રોજ યૂઝર ‘શાશ્વત સિંહ’ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો.

તેણે કેપ્શનમાં લખ્યું “જો આવી વહુ આવશે તો દાદી તેને ઘરમાંથી કાઢી મૂકશે. આ ક્લિપ જોયા બાદ સેંકડો યુઝર્સે પ્રતિક્રિયા આપી છે. આ રીલ જોઈને અભિનેત્રી કૃતિકા સેંગર પણ હસી પડી હતી. જ્યારે કેટલાક યુઝર્સે લખ્યું “બધી દાદીનો પ્રિય ડાયલોગ છે, આપણે કેટલા દિવસ જીવવાનું છે. અત્યાર સુધી આ વીડિયોને લાખો લોકો જોઈ ચુક્યા છે.

Niraj Patel