પૈસા અને પ્રેમમાં થઇ પ્રેમની જીત ! દહેજના લીધે પિતાએ જે છોકરીના સંબંધનો કર્યો હતો અસ્વીકાર, એ છોકરી સાથે જ દીકરાએ ફરી લીધા સાત ફેરા

Boy Opposes Dowry And Marries Girl : આપણા દેશમાં દહેજ લેવું અને આપવું એ કાનૂની અપરાધ માનવામાં આવે છે, તે છતાં પણ આપણા દેશમાં ઘણા મોટાભાગના લગ્નમાં દહેજ પ્રથા આજે પણ ચાલતી આવે છે. ત્યારે આ દહેજ પ્રાથના કારણે જ કેટલીય દીકરીઓના પિતા દેવામાં પણ ડૂબી જતા હોય છે. તો ઘણીવાર દહેજના કારણે જ પરણિતાઓને પ્રતાડિત કરવાના અને તેના કારણે જ તેમના આપઘાત કરવાના મામલાઓ પણ સામે આવતા હોય છે. પરંતુ હાલ એક એવી ઘટના સામે આવી છે જેને દેશભરમાં ચર્ચા જગાવી છે.

પિતાએ દહેજના કારણે તોડી દીધા લગ્ન :

આ મામલો સામે આવ્યો છે બિહારના નવાદામાંથી. જ્યાં એક પિતાએ દહેજના કારણે પુત્રના લગ્ન કેન્સલ કરી દીધા હતા. પરંતુ દીકરાએ  એ જ અનાથ છોકરીને પોતાની લાઈફ પાર્ટનર બનાવી જેની સાથે તેના પિતા દહેજના કારણે પરિવારે લગ્ન તોડી નાખ્યા હતા. આ પછી લોકો પુત્રના આ પગલાની પ્રશંસા કરી રહ્યા છે. આ મામલો શેખપુરા જિલ્લાના અરિયારી બ્લોકની હજરતપુર માદ્રો પંચાયતનો છે. અહીં રહેતી સુષ્મા કુમારીના લગ્ન નવાદા જિલ્લાના નારદીગંજના તિલક ચોક ગામના રહેવાસી સચિન કુમાર સાથે નક્કી થયા હતા.

યુવકે પરિવારને કહ્યા વિના એ યુવતી સાથે જ કર્યા લગ્ન :

યુવતીના માતા-પિતાનું અવસાન થયું છે. તેથી જ પરિવારના અન્ય સભ્યો દ્વારા આ લગ્ન ગોઠવવામાં આવ્યા હતા. પરંતુ, છોકરાના પિતાએ દહેજમાં તગડી રકમ માંગી ત્યારે છોકરીના સપના ચકનાચૂર થઈ ગયા. જ્યારે પરિવારે દહેજ આપવામાં અસમર્થતા દર્શાવી ત્યારે સચિનના પરિવારે લગ્નની ના પાડી દીધી. દરમિયાન જ્યારે સચિનને ​​આ સમગ્ર મામલાની જાણ થઈ તો તેણે સુષ્મા સાથે વાત કરી. તે દહેજ માટે લગ્ન તોડવા માંગતો ન હતો.

લોકોએ કરી યુવકની પ્રસંશા :

આથી તે તેના પિતા અને ઘરના કોઈને કહ્યા વિના નવાદાથી શેખપુરા પહોંચી ગયો. યુવતીના ઘરે જઈને પોતાની વાત રાખી હતી. ત્યારબાદ યુવતીના પાલકોએ પહેલ કરી અને બંનેએ કોર્ટમાં લગ્ન કરી લીધા. આ પછી અરગૌટી મંદિરમાં જઈને ભગવાનને સાક્ષી માનીને લગ્નની વિધિ પૂરી કરી. લોકો સચિનના આ પગલાની પ્રશંસા કરી રહ્યા છે. જેમને પણ તેના પગલાની માહિતી મળી રહી છે તે તેના વખાણ કરી રહ્યા છે. લોકો કહે છે કે સચિને સમાજમાં દાખલો બેસાડ્યો છે. તેના આ પગલાથી લોકોમાં જાગૃતિ આવશે.

Niraj Patel