વાયરલ

“મને નવો સ્માર્ટ ફોન નહિ મળે ત્યાં સુધી લગ્ન નહિ કરું” યુવકે ટ્વીટ કરતા જ મોબાઈલ કંપનીએ આપ્યો 40 હજારનો ફોન ભેટમાં

લગ્નની અંદર આપણે ઘણી બધી શરતો સાંભળતા હોઈએ છીએ, પરંતુ એક યુવકે લગ્ન પહેલા જ નક્કી કરી લીધું કે જ્યાં સુધી તેને સ્માર્ટ ફોન નહિ મળે ત્યાં સુધી તે લગ્ન જ નહીં કરે. તેને સોશિયલ મીડિયા ઉપર આ વાત પોસ્ટ કરી અને તેની પોસ્ટ એવી રીતે વાયરલ થઇ ગઈ કે મોબાઈલ કંપનીએ જ 10-15 હજારનો નહિ પરંતુ 40 હજારનો ફોન તે યુવકને ભેટમાં આપી દીધો.

Image Source

ઉત્તર પ્રદેશના રહેવાસી કમલ અહમદે ટ્વીટ કર્યું હતું કે, “હું ત્યાં સુધી લગ્ન નહિ કરું જ્યાં સુધી મને Mi 10T Pro નથી મળી જતો.” અહમદે કરેલી આ ટ્વીટ ખુબ જ વાયરલ થવા લાગી, મોબાઈલ કંપનીનું ધ્યાન પણ જયારે તેની આ ટ્વીટ ઉપર પડ્યું ત્યારે કંપનીએ પણ અહેમદને તેનો મન ગમતો મોબાઈલ ભેટમાં આપી દીધો.

Image Source

અહેમદને મોબાઈલ કંપનીએ ભેટમાં આપેલો ફોન જયારે મળી ગયો ત્યારે તેને બીજી ટ્વીટ પણ કરી અને લખ્યું કે” ફાઈનલી… આ મોન્સ્ટર મળી ગયો.”

તો અહેમદની ટ્વીટ બાદ શાઓમીના વાઇસ પ્રેસિડેન્ટ અને મેનેજીંગ ડાયરેક્ટર મનુ કુમાર જૈને પણ આ વ્યક્તિને રીપ્લાય આપતા કહ્યું હતું કે “હા હા, મને લાગે છે હવે તમે લગ્ન માટે તૈયાર છો.”

સોશિયલ મીડિયામાં અહેમદના ફોન મળવાની ટ્વીટ સાથે જ લોકો તેને શુભકામનાઓ પણ આપવા લાગી ગયા અને કોમેન્ટમાં એમ પણ કહેવા લાગ્યા કે “વાહ શું કિસ્મત છે.”