ખબર

“અજબ પ્રેમ કી ગજબ કહાની” યુવકને બે યુવતીઓ સાથે થયો પ્રેમ તો એક જ મંડપમાં કર્યા લગ્ન

વાહ આવું પણ પ્રેમ પ્રકરણ હોય…એક ફૂલ દો માલી- રસપ્રદ સ્ટોરી

આજે પ્રેમ થવો ખુબ જ સામાન્ય બાબત માનવામાં આવે છે, પરંતુ એક કરતા વધારે વ્યક્તિને પ્રેમ કરવો ખોટું ગણાય છે, પરંતુ આ બધા વચ્ચે એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને જાણીને તમને પણ નવાઈ લાગશે. એક યુવકને બે યુવતીઓ સાથે પ્રેમ થયો અને તેને બંને સાથે એક જ મંડપની અંદર લગ્નના ફેરા ફરી લીધા.

Image Source

આ ઘટના બની છે છત્ત્તીસગઢના બસ્તર જિલ્લાના ટિકરાલોહંગા ગામની અંદર. જ્યાં એક યુવકે લગ્ન મંડપની અંદર અગ્નિની સાક્ષીએ પોતાની બંને પ્રેમિકાઓ સાથે લગ્નના ફેરા ફરી લીધા છે.  યુવકે લગ્નની કંકોત્રીમાં પણ કાયદેસર રીતે બંને યુવતીઓના નામ લખાવ્યા હતા. તમને જાણીને એ પણ નવાઈ લાગશે કે આ લગ્ન ત્રણયે પરિવારની સહમતી દ્વારા જ થયા છે. આ અનોખા લગ્નની અંદર ઉપસ્થિત લોકો પણ ખુબ જ ખુશ હતા અને ઘણા લોકોએ તો આ લગ્નને ઐતિહાસિક લગ્નનું નામ પણ આપી દીધું છે.

Image Source

લગ્ન કરનાર યુવકનું નામ છે ચંદુ મોર્ય. તેને કરંજીમાં રહેવા વાળી હસીના બધેલ અને એરંડવાલની રહેવા વળી સુંદરી કશ્યપ સાથે પ્રેમ થઈ ગયો હતો. ચંદુ બંને સાથે સંબંધો ધરાવતો હતો, તેવામાં જ સુંદરી ગર્ભવતી બની ગઈ. સુંદરીને એ વાતની પણ ખબર હતી કે ચંદુ હસીનાને પણ પ્રેમ કરે છે અને હસીના પણ એ વાત જાણતી હતી કે ચંદુના સુંદરી સાથે પણ સંબંધ છે. ત્રણેય પરિવારને સુંદરીના ગર્ભવતી હોવાની જાણ પણ થઇ અને ચંદુએ ત્રણેય પરિવારને લગ્ન માટે તૈયાર પણ કરી લીધા. અને લગ્નન સાત ફેરા ચંદુએ બંને કન્યા સાથે પરિવારોની હાજરીમા જ ફરી લીધા.

Image Source

લગ્ન બાદ બંનેના રિસેપશનનું પણ ગામની અંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચંદુ પોતાની બંને પત્નીઓ સાથે બેઠો હતો. ગામના લોકો અને સંબંધીઓ દ્વારા આ અનોખા લગ્નની શુભકામનાઓ આપવામાં આવી હતી.