વાયરલ

વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો: બિલ્ડિંગના 22માં માળે ધાબા ઉપર બે છોકરાઓ કરતા હતા એવો ખતરનાક સ્ટન્ટ કે જોઈને રાડ પોકારી ઉઠશો

સોશિયલ મીડિયા ઉપર રોજ બરોજ ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર એવું એવું જોવા મળે છે, જે જાણીને કોઈપણ હેરાન રહી જાય ઘણા વીડિયો ચેતવણી રૂપ પણ હોય છે. હાલ એવા જ એક વીડિયોએ લોકોના હોશ ઉડાવીને રાખી દીધા છે. આ વીડિયોની અંદર બે બાળકો બિલ્ડીંગના 22માં માળની છત ઉપર ચઢીને એવા સ્ટન્ટ કરતા હતા કે વીડિયો જોઈને તમે પણ એક ધબકાર ચુકી જાવ.

ઇન્ટરનેટ ઉપર વારયલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક ઊંચી ઇમારતની ટોપ ઉપર બે બાળકો ઉભા છે. બે બિલ્ડીંગ વચ્ચે થોડી જગ્યા પણ જોવા મળી રહી છે, જેની એક તરફ એક બાળક ઉભું છે તો બીજી તરફ બીજું એક બાળક ઉભું છે. વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે એક બાળક છલાંગ લગાવી અને બીજા બાળક તરફ આવે છે, જયારે બીજું બાળક આમ કરવા માટે જાય છે પરંતુ તેને થોડો ડર લાગતો પણ જોવા મળે છે, જેના કારણે તે છલાંગ નથી મારતું.

પરંતુ જે બાળક છલાંગ મારી અને સામેની તરફ આવ્યું હતું તે બાળક બે ત્રણ વાર છલાંગ મારી અને બંને તરફ કૂદતું જોવા મળી રહ્યું છે. આ વીડિયોને જોઈને ઘણા લોકોનો ગુસ્સો પણ બહાર આવી રહ્યો છે, ઘણા લોકો કોમેન્ટમાં કહી રહ્યા છે કે આ બાળકોને આટલી ઊંચી ઇમારત ઉપર ચઢવા કોને દીધા ? તો ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કે જોવામાં ભલે આ સારું લાગે પરંતુ બાળકો માટે આ મોતનો ખેલ છે.

આ વીડિયો શેર કરવાની સાથે જાણકારી આપવામાં આવી છે કે આ મામલો ચીનના ચીયનીગ શહેરનો છે. જ્યાં 22 માળની ઇમારતની ટોપ ઉપર ઉભા રહીને આ બે બાળકો ખતરનાક સ્ટન્ટ કરી રહ્યા છે. સારું રહ્યું કે બાળકોના કૂદવા દરમિયાન કોઈ દુર્ઘટના ના ઘટી નહિ તો તેમનો જીવ પણ જઈ શકતો હતો. દરેક વાલીઓ માટે આ એક ચેતવણીરૂપ કિસ્સો છે.