સગા દીકરાએ જ પોતાના પિતાની હત્યા કરી નાખી અને પછી કર્યા 32 ટુકડા, શ્રદ્ધાને આટી મારે એવો કિસ્સો

20 વર્ષના કપાતર દીકરાએ બાપના કર્યા 32 ટુકડે ટુકડા, આખો કિસ્સો વાંચીને કહેશો ઘોર કળયુગ આવ્યો છે હવે તો….

દેશભરમાં હત્યાના મામલાઓ સતત સામે આવી રહ્યા છે, થોડા સમય પહેલા જ દિલ્હીમાં થયેલી શ્રદ્ધાની હત્યાનો મામલો આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો, જેમાં હત્યારા આફતાબે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેના લાશના ટુકડા કરીને જંગલમાં ફેંકી દીધા હતા, ત્યારે હાલ વધુ એક એવી જ હત્યાનો મામલો સામે આવ્યો છે જેમાં એક સગા દીકરાએ જ પિતાની બે રહેમીથી હત્યા કરી નાખી અને લાશના 32 ટુકડાઓ પણ કરી નાખ્યા હતા.

આ મામલો સામે આવ્યો છે કર્ણાટકમાંથી. જ્યાંના બગલકોટમાં આરોપી હત્યારા દીકરાએ જ તેના પિતાની હત્યા કર્યા બાદ લાશના 32 ટુકડા કરીને બોરવેલમાં ફેંકી દીધા હતા. હત્યાનો ખુલાસો થયા બાદ પોલીસે મૃતકના શરીરના અંગો પણ મળેવી લીધા છે અને આરોપી દીકરા વિઠલા કુલાલીની પણ ધરપકડ કરીને ન્યાયિક હિરાસતમાં મોકલી દેવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ગત 6 ડિસેમ્બરના રોજ 20 વર્ષીય વિઠલાએ તેના 53 વર્ષીય પિતા પરશુરામની લોખંડની રોડ મારીને હત્યા કરી નાખી. પરશુરામ મોટાભાગે દારૂના નશામાં ધૂત રહેતો હતો અને તેના બે દીકરાઓમાંથી નાના દીકરા વિઠલાને ગાળો બોલતો હતો. પરશુરામની પત્ની અને મોટો દીકરો અલગ રહેતા હતા. ગત મંગળવારના રોજ પરશુરામે તેના દીકરા વિઠલાને ગાળો બોલાવાનું શરૂ કર્યું હતું.

જેના બાદ વિઠલાએ ગુસ્સામાં લોખંડની રોડ ઉઠાવી અને તેના પિતાની હત્યા કરી નાખી. પિતાની હત્યા કાર્ય બાદ લાશને 32 ટુકડામાં કાપી નાખી. જેના બાદ તેને આ બધા જ ટુકડાને બગાલકોટ જિલ્લાના મુઢોલના બાહરી વિસ્તારમાં આવેલા મંટુર બાયપાસ પાસેના બોરવેલમાં ફેંકી દીધા. જયારે બોરવેલમાંથી ગંધ આવી ત્યારે પોલીસને સૂચના આપવામાં આવી. પોલીસને આ હત્યા પાછળ વિઠલાની ભૂમિકા પાર શંકા હતા, જેના બાદ તેને પોલીસ સ્ટેશન લઇ જઈને પુછપરછ કરતા પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

Niraj Patel