22 વર્ષના અજયે સોશિયલ મીડિયા પર ફોટો અપલોડ કરી આત્મહત્યા કરી લીધી, ફોટા પર લખ્યુ- પપ્પાને પપ્પા કહેવામાં શરમ આવે છે…

‘પિતાને પિતા કહેવામાં શરમ આવી રહી છે…’ ફોટો પોસ્ટ કરી છોકરાએ કરી લીધી આત્મહત્યા

ગુજરાત સહિત દેશમાંથી આત્મહત્યાના ઘણા મામલા સામે આવે છે, જેમાં કેટલીકવાર પ્રેમ સંબંધ તો કેટલીકવાર માનસિક હેરાનગતિને કારણે પણ આપઘાતના બનાવ બને છે. ત્યારે હાલમાં મધ્યપ્રદેશના ખરગોનમાંથી 22 વર્ષના છોકરાની આપઘાતની ઘટના સામે આવી છે. મૃતકે સોશિયલ મીડિયા પર ફોટો અપલોડ કરીને ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. તેણે ફોટા પર લખ્યું કે આત્મહત્યાનું કારણ પિતા છે. મને પપ્પાને પપ્પા કહેતા શરમ આવે છે.

ઘરેલું સમસ્યાઓના કારણે હું આત્મહત્યા કરી રહ્યો છું. પુત્રએ લીધેલા આ પગલાથી પરિવારમાં શોકનો માહોલ છે. સુંદરલાલ કહારના પુત્ર અજયે ખરગોન જિલ્લા મુખ્યાલયથી લગભગ 16 કિમી દૂર ઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. આ ભયંકર પગલું ભરતા પહેલા તેણે સોશિયલ મીડિયા પર એક ફોટો અપલોડ કર્યો હતો. આના પર તેણે લખ્યું હતું કે, “ઘરની સમસ્યાના કારણે હું આત્મહત્યા કરી રહ્યો છું. મારી આત્મહત્યાનું એક જ કારણ છે, મારા પિતા. મને મારા પપ્પાને પપ્પા કહેતા પણ શરમ આવે છે.

File Pic

હું ખૂબ જ પરેશાન છું, તેથી આત્મહત્યા કરું છું.” સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે છોકરાના પિતા ખૂબ દારૂ પીવે છે. જ્યારે તે દારૂના નશામાં હોય ત્યારે મૃતકની માતાને મારતા અને છોકરો તેનો વિરોધ કરતો. આમ છતાં પિતા સુધરવાનું નામ લેતા નહોતા. આ કારણોસર છોકરાએ આત્મહત્યાનું પગલુ ભર્યુ. ઘટનાની માહિતી મળતા જ તાત્કાલિક પોલિસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો. આ સાથે પરિવારજનોની પણ પૂછપરછ કરી હતી. બીજી તરફ પુત્રએ ઉઠાવેલા આ પગલાથી ઘરમાં હંગામો મચી ગયો છે.

Shah Jina