ખબર

માછલી પકડવા ગયો છોકરો અને મળ્યા 2000 અને 500ની નોટોના બંડલ

એક તરફ કોરોના વાયરસનો ખતરો છે અને બીજી તરફ દેશભરમાં લોકડાઉન છે, આવા સમયમાં પ્રકૃતિ પણ એકદમ શુદ્ધ બની ગઈ છે. આસપાસનું વાતાવરણમાં સ્વચ્છ હવા મળી રહી છે, પરંતુ આ સમયમાં લોકો ઘરની અંદર જ રહેવા માટે મજબુર છે. ઘણા વિસ્તારોમાંથી કેટલીક અવનવી ઘટનાઓ પણ બનતી જોવા મળે છે એવી જ એક ઘટના ખંડવા જિલ્લાના આરૂદ ગામમાં બનેલી જોવા મળી જ્યાં એક બાળક માછલી પકડવા માટે ગયો અને તેના હાથમાં 500 અને 2000ની નોટોના બંડલ લાગ્યા.

Image Source

મળતી માહિતી પ્રમાણે આ છોકરો તળાવની અંદર માછલી પકડવા માટે ગયો હતો અને ત્યાં તેને માછલી પકડવા માટે જાળને તળાવની અંદર નાખી. તેને મનમાં એમ હતું કે કોઈ માછલી આ જાળમાં ફસાઈને આવી જશે, પરંતુ માછલી ફસાવવી તો દૂર રહી તેના હાથમાં માછલી કરતા પણ વધારે કિંમતી 500 અને 2000ના નોટનું એક બંડલ હાથમાં આવી ચઢ્યું, જેની કુલ રકમ 20 હજાર રૂપિયાયની આસપાસની થાય છે.

Image Source

પરંતુ નોટોનું બંડલ આ રીતે મળવું તેના માટે ખુશીનું કારણ ના બન્યું, કારણ કે કોરોના વાયરસનો ખતરાને જોતા દેશના ઘણા વિસ્તારોમાં અસામાજિક તત્વો દ્વારા આ રીતે નોટો ફેંકી અને વાયરસને ફેલાવવામાં આવતો હોય છે. અને તેના કારણે તે છોકરા સાથે ગામના લોકોની પણ ચિંતા વધી ગઈ.

Image Source

પોલીસને આ વાતની જાણ કરવામાં આવી અને પોલીસ પણ માટે પણ આ ચિંતાનો વિષય બની ગયો કે તળાવમાં આ રીતે આટલા બધા પૈસા ફેંક્યા કોને હશે? આ પહેલા પણ થોડા દિવસ પહેલા જ ખંડવામાં કોઈએ રોડ ઉપર 500-500ની નોટો ફેંકી હતી જેના કારણે લોકોના મનમાં ગભરામણ હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.