પ્રેમિકાને બાઈકની પાછળની સીટ પર બેસાડીને કમર સુધી ભરાયેલા પાણીમાં સડસડાટ નીકળ્યો પ્રેમી, લોકો બોલ્યા, “આને કહેવાય સાચો પ્રેમ”

ઇન્ટરનેટ ઉપર પ્રેમને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે . જેમાં ઘણા લોકો પોતાના પ્રિયજનને ઈમ્પ્રેસ કરવા માટે કંઈપણ કરતા હોય છે. તો ઘણીવાર પ્રેમમાં લોકો એ હદ સુધી ડૂબેલા હોય છે કે તેમને દુનિયાનું કઈ ભાન પણ નથી હોતું, આવા વીડિયોને જોઈને ઘણીવાર હસવું પણ આવી જતું હોય છે. તો ઘણા વીડિયો હેરાન પણ કરી દેતા હોય છે. હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક પ્રેમી પાણી ભરાયેલા રસ્તામાં બાઈક ઉપર પોતાની ગર્લફ્રેન્ડને બેસાડીને નીકળતો જોવા મળે છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ભારે વરસાદ બાદ આખી કોલોની પાણીથી ભરાઈ ગઈ છે. રસ્તામાં કમર સુધી પાણી ભરાયા છે. જો આવી સ્થિતિમાં કોઈ યુવક બાઇક લઈને બહાર આવે છે અને તે પણ છોકરીને બેસાડીને, તો તમારી પ્રથમ પ્રતિક્રિયા શું હશે. સ્વાભાવિક રીતે તમે દંગ રહી જશો. કારણ કે, આવા રસ્તાઓ પર લોકો ભાગ્યે જ બાઇક લઇને નીકળે છે.

વાયરલ ક્લિપમાં તમને કંઈક આવું જ જોવા મળશે. હવે આ વીડિયો જોઈને લોકો કહી રહ્યા છે કે લોકો ગર્લફ્રેન્ડ માટે કંઈ પણ કરવા તૈયાર છે. સારી વાત એ છે કે બાઇક રસ્તાની વચ્ચે અટકતી નથી અને બંને આગળ ચાલ્યા જાય છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે પૂર ભરેલા રસ્તા પર એક છોકરો ખૂબ જ ઝડપે બાઇક ચલાવી રહ્યો છે અને તેની પાછળ એક છોકરી બેઠી છે. પાણી એટલું વધારે છે કે બાઇકનો માત્ર ઉપરનો ભાગ જ દેખાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by memes comedy (@ghantaa)

આ વાયરલ વીડિયો બેંગલુરુનો જણાવવામાં આવી રહ્યો છે. પરંતુ ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. પરંતુ સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ વીડિયોને જોઈને અલગ અલગ પ્રતિક્રિયાઓ આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું “રીલ્સ બનાવવા જતા લાગે છે. તો અન્ય એક યુઝરે લખ્યું “આને જ સાચા પ્રેમની તાકાત કહેવાય !”

Niraj Patel