‘હવે તમે સ્કૂલ માટે ક્યારેય લેટ નહિ થાવ, હેપ્પી બર્થ ડે મમ્મી’ લખી ફાંસીએ ચઢી ગયો સગીર, જાણો શું હતું કારણ

‘હવે તમે સ્કૂલ માટે ક્યારેય લેટ નહિ થાવ મમ્મી’ લખી સગીરે લગાવી લીધી ફાંસી, રડી પડ્યા લોકો….જાણો શું હતું કારણ

મમ્મી તું સ્કૂલ માટે હવે લેટ નહિ થાય, દુનિયાની સૌથી મોટી ગિફ્ટ, હેપ્પી બર્થ ડે મમ્મીજી… આ શબ્દો સાથે સુસાઇડ નોટ લખી સગીરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. શુક્રવારના રોજ એક સગીરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

ઘટના સમયે પરિવારના સભ્યો બહાર ગયા હતા. આ બાબતની જાણ થતાં જ બહેરોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સગીરનો મૃતદેહ પંખામાંથી ઉતારીને શબગૃહમાં રાખ્યો હતો, જ્યાં ડોક્ટરોની ટીમ દ્વારા પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.

સગીરે રૂમમાં સીલિંગ ફેન સાથે લટકીને આત્મહત્યા કરી હતી. પોલીસે જ્યારે રૂમની તપાસ કરી તો ત્યાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે, મમ્મી, હવેથી તમે સ્કૂલ માટે લેટ નહિ થાવ. હું તમને દુનિયાની સૌથી મોટી ભેટ આપી રહ્યો છું.

જન્મદિવસની ભેટ – જન્મદિવસની શુભેચ્છા મમ્મી. પોલીસે સુસાઈડ નોટ કબજે કરી છે. આ સાથે પોલીસ મૃતકના પરિજનોની પણ પૂછપરછ કરી રહી છે. પોલીસ આ મામલે દરેક એંગલથી તપાસ કરી રહી છે કે આખો મામલો શું છે? પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહ સ્વજનોને સોંપ્યો છે.

સામે આવ્યુ છે કે, સુસાઇડ કરનાર સગીર દ્વારા રોજ સ્કૂલમાં તેની મમ્મી લેટ થઇ જવા પર પરેશાન ચાલી રહ્યો હતો અને તેના મગજમાં શું ચાલી રહ્યુ હતુ,તે કોઇને ખબર ન હતી, પરંતુ શુક્રવારના રોજ પહેલા સુસાઇડ નોટ લખી અને તે બાદ ગળામાં રસ્સી નાખી પંખાથી લટકી આત્મહત્યા કરી દીધી. રાજસ્થાનના અલવર જિલ્લાનો આ કિસ્સો છે.

મૃતકની માતા સ્કૂલમાં ટીચર છે. તેના પિતાનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું. માતા અને પુત્ર બંને ભાડાના મકાનમાં રહેતા હતા. પુત્ર બે દિવસથી તેની માતા પાસેથી સ્કૂલ યુનિફોર્મ ખરીદવાની જીદ કરી રહ્યો હતો. માતાએ પણ કહ્યું કે તે તેને ડ્રેસ અપાવશે.

શુક્રવારે તેની માતાના જન્મદિવસના દિવસે તેણે તેને ડ્રેસ ખરીદવાની જીદ કરી, જેના પર માતાએ તેને શાળાએ મોડુ થતુ હોવાનું કહી ઠપકો આપ્યો. તેણે કહ્યું કે તે સાંજે પાછી આવશે અને ડ્રેસ લેવા લઈ જશે. પરંતુ આ વાત બાળકના હૃદય પર લાગી આવી અને તેણે આટલું મોટું પગલું ભર્યું. જ્યારે માતા ઘરે પહોંચી તો તેણે જોયું કે ઘર અંદરથી બંધ હતું.

માતાએ પુત્રને ઘણી વખત બોલાવ્યો. પરંતુ કોઈ જવાબ ન મળતા તેણે પાડોશીઓની મદદથી ઘરનો દરવાજો તોડી નાખ્યો હતો. અંદરનો નજારો જોતા જ બધાના હોશ ઉડી ગયા. સગીરનો મૃતદેહ પંખા સાથે લટકતો હતો. તરત જ પોલીસને તેની જાણ કરવામાં આવી. 15 વર્ષિય સગીરની આત્મહત્યાથી પરિવારમાં ભારે ગમગીની ફેલાઇ ગઇ છે. હાલમાં ઘરમાં કોઈ વાત કરી શકે તેવી સ્થિતિમાં નથી.

Shah Jina